માળીયા (મી.) : ઝેરી દવા પી જતા પરિણીતાનું મોત

- text


માળીયા (મી.) : માળીયા (મી.) તાલુકાના વાધરવા ગામમાં રહેતી યુવતીએ ઝેરી દવા પી જતા તેનું મુત્યુ થયું છે. આ બનાવ અંગે ગઈકાલે માળીયા મીંયાણા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

- text

મૂળ મધ્યપ્રદેશના જામ્બુઆ જિલ્લાના રાણાપુર તાલુકાના ઉબેરાગામના વતની અને હાલ વાધરવા ગામમાં રહેતા 25 વર્ષીય અમરીબેન ભરતભાઇ ભુરીયાએ ગત તા. 2ના રોજ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી. આથી, તેનું મોત નીપજ્યું હતું. ઉલ્લેખનીય છે કે મૃતક અમરીબેનનો લગ્નગાળો 10 વર્ષનો છે.

- text