મોરબીના બરવાળા ગામે પારકી જમીન પચાવી પાડનાર બે શખ્સ વિરુદ્ધ લેન્ડગ્રેબિંગ

- text


મૂળ આમરણના વૃદ્ધ ખેડૂતની 50 લાખથી વધુ કિંમતની જમીન બે વર્ષથી કબ્જે કરી ખેતી શરૂ કરી દીધી હતી

મોરબી : મોરબી તાલુકાના આમરણ ગામના વતની અને હાલમાં મોરબી રહેતા વૃદ્ધની બરવાળા ગામની સીમમાં આવેલ 50 લાખની કિંમતી ખેતીની જમીન ઉપર બે શખ્સોએ કબજો કરી ખેતી કરવાનું શરૂ કરી દઈ જમીન ખાલી કરવા નાણાંની માંગ કરતા બન્ને વિરુદ્ધ લેન્ડગ્રેબિંગ એકટ મુજબ ફરિયાદ નોંધાઇ છે.

જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના બરવાળા ગામની સીમમાં રેવન્યુ સર્વે નંબર 84 પૈકી 1ની 9207 ચોરસ મીટર એટલે કે બે એકરથી વધુ જમીનની માલિકી ધરાવતા મગનભાઈ થોભણભાઈ ભાલોડિયા રહે.હાલ મારુતિ દર્શન એપાર્ટમેન્ટ, રવાપર, મૂળ રહે. આમરણ વાળાની અંદાજે રૂપિયા 50 લાખની આ ખેતીની જમીન ઉપર બરવાળા ગામના આરોપી રણછોડ ઉર્ફે લાલો જીવણભાઈ ખાંભલા અને રતાભાઈ દેવાભાઇ ખાંભલાએ છેલ્લા બે વર્ષથી કબજો જમાવી ખેતી કરવાનું શરૂ કરી દીધું હતું.

- text

વધુમા બન્ને આરોપીઓએ મગનભાઈની ખેતીની જમીન ઉપર કબજો કરી વાવેતર કરી ઉપજ મેળવવાની સાથે જમીનનો કબજો ખાલી કરવા બદલ મગનભાઈ પાસેથી પૈસાની માંગણી કરતા મગનભાઈએ જિલ્લા કલેકટર સમક્ષ લેન્ડ ગ્રેબિંગ એકટ મુજબ ફરિયાદ માટે અરજી કરતા કમિટીએ અરજી માન્ય રાખતા મોરબી તાલુકા પોલીસ મથકમાં બન્ને આરોપી વિરુદ્ધ લેન્ડગ્રેબિંગ એકટ મુજબ ગુન્હો નોંધવામાં આવ્યો હતો.

- text