મોરબી તાલુકા સેવા સદનમાં આધારકાર્ડનું કામ કરાવવું લોઢાના ચણા ચાવવા જેવું!

- text


દરરોજ સવારે 5થી 6 વાગ્યાથી જ ગામડેથી આવતા લોકોની લાઇનો લાગે છે, દરરોજ 100થી 200 લોકો આવે છે, જેમાંથી અડધાથી પણ ઓછાને ટોકન મળે છે, બાકીનાને પાછું જવું પડે છે

મોરબી : મોરબી તાલુકા સેવા સદનમાં આધારકાર્ડનું કામ કરાવવુંએ લોઢાના ચણા ચાવવા જેટલું કપરું છે. કારણકે અહીં વહેલી સવારથી લાઈનમાં ઉભું રહેવું પડે છે. છતાં પણ વારો આવશે કે નહીં આવે તેની કોઈ ગેરેન્ટી રહેતી નથી.

છેલ્લા ઘણા સમયથી રાજ્યભરમાં આધારકાર્ડની કામગીરીમાં લોલમલોલ ચાલી રહી છે. આ વિભાગ સ્થાનિક અધિકારીઓને પણ ગાંઠતો નથી. ઉપરાંત ડોક્યુમેન્ટની ક્ષતિઓને કારણે ધડાધડ ઓપરેટરોને પણ સસ્પેન્ડ કરવામાં આવી રહ્યા છે. જો કે આના કારણે સામાન્ય જનતા પરેશાન થઈ રહી છે. હાલ મોરબીમાં આધારકાર્ડના ત્રણ મુખ્ય કેન્દ્રો કાર્યરત છે.

- text

વધુ વિગત આપતા વિનોદભાઈ પરમારે જણાવ્યું કે મોરબી સિટી મામલતદાર કચેરી અને પોસ્ટ ઓફિસ ખાતે સિટી વિસ્તારના અરજદારોનું આધારકાર્ડનું કામ કરવામાં આવે છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારના અરજદારોનું કામ તાલુકા સેવા સદન ખાતે કરવામાં આવે છે. દરરોજ મોરબી તાલુકા સેવા સદન ખાતે 100થી 200 જેટલા લોકો આધારકાર્ડનું કામ કરાવવા દૂર દૂરના ગામડાઓમાંથી આવે છે. સવારે 5 વાગ્યાથી અહીં લાઈન લાગવાનું શરૂ થઈ જાય છે. ટોકન 10:30 વાગ્યે આપવામાં આવે છે. જો કે માત્ર 40 થી 50 ટોકન જ આપવામાં આવે છે. એટલે બાકીના લોકોને વિલા મોઢે પરત જવું પડે છે. લોકો આધારકાર્ડના કામ માટે અહીં પરેશાન થઈ રહ્યા છે. તંત્ર દ્વારા આ મામલે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે.

 

- text