મોરબી આઈટીઆઈના ટુંકાગાળાના કોર્ષ કરી મેળવો સિરામિક ઉદ્યોગમાં રોજગાર

- text


મોરબી : મોરબી આઈટીઆઈ ખાતે ક્લ્સ્ટર બેઝ્ડ લોકલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વોકેશન એજ્યુકેશન (LIVE) યોજના અંતર્ગત સિરામિક ઉદ્યોગની માગ આધારિત ટુંકાગાળાના કોર્ષ ટુંક સમયમાં શરૂ કરવામાં આવનાર છે. ત્યારે આ કોર્ષમાં પ્રવેશ મેળવીને સિરામિક ઉદ્યોગમાં રોજગાર મેળવવાની યુવાનો પાસે ઉજળી તક છે.

આઈટીઆઈ ખાતે લેબ ટેક્નીશ્યન ઓફ સિરામિક બોડી પ્રીપરેશન, લેબ ટેક્નીશ્યન ઓફ સિરામિક ગ્લેઝ પ્રીપરેશન અને ગ્લેઝીંગ ઓપરેટર (સિરામિક) નામના ત્રણ કોર્ષ શરૂ થનાર છે. ત્રણેય કોર્ષનો સમયગાળો 340 કલાક છે અને ધોરણ 5 પાસ કોઈપણ વ્યક્તિ આ કોર્ષમાં જોડાઈ શકશે. આ કોર્ષ પૂર્ણ કરીને મોરબી સિરામિક ઉદ્યોગમાં રોજગારી/સ્વરોજગારી મેળવવાની ઉત્તમ તક છે. આ કોર્ષમાં પ્રવેશ મેળવવા માટે રજિસ્ટ્રેશન કરવા તથા વધુ માહિતી માટે જાહેર રજાના દિવસ સિવાય 10 થી 5 વાગ્યા સુધી આઈટીઆઈ મોરબી ખાતે રૂબરૂ સંપર્ક કરવા જણાવાયું છે. રજિસ્ટ્રેશન માટે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, છેલ્લું ધોરણ પાસ કર્યાની માર્કશીટ, જાતિનું પ્રમાણપત્ર, બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ, આધારકાર્ડ/ચૂંટણીકાર્ડની નકલ, પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ સાથે હાજર રહેવું. વધુ માહિતી માટે આર.આર. હળવદિયા (મો.નં. 97265 99910)નો સંપર્ક કરવા જણાવાયું છે.

- text

- text