માણેકવાડા પ્રાથમિક શાળા ખાતે વ્યસન જાગૃતિ અર્થે યોજાઈ વકૃત્વ સ્પર્ધા

- text


ટોબેકો કન્ટ્રોલ સેલ અને બગથળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આયોજીત સ્પર્ધામાં 50 છાત્રોએ લીધો ભાગ

મોરબી : મોરબી ડિસ્ટ્રિક્ટ ટોબેકો કન્ટ્રોલ સેલ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બગથળા દ્વારા માણેકવાડા પ્રાથમિક શાળા ખાતે વ્યસન જાગૃતિ અર્થે વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ધોરણ 1 થી 8ના કુલ 50 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. અને વ્યસનની ગંભીર અસરો વિશે સમજણ આપી હતી. આ સ્પર્ધામાં પ્રથમ નંબરે પરમાર લક્ષ્મી વિનોદભાઈ, બીજા નંબરે સુમરા સોહમ મામદહુસેન અને ત્રીજા નંબરે પરમાર આશા દિનેશભાઈ વિજેતા રહ્યા હતા. કાર્યક્રમમાં વિજેતાને ઇનામ આપવામાં આવ્યા હતા. જ્યારે ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બગથળાના મેડિકલ ઓફિસર ડૉ. હીરેન વાંસદડિયાના માર્ગદર્શન હેઠળ સુપરવાઈઝર જે.બી.બેચરા, જે.એન.ચાઉ, આરોગ્ય કર્મચારી ચિરાગ ત્રિવેદી, શ્રુતિ ચત્રભુજ દ્વારા તમાકુના સેવનથી થતા નુકસાન અંગે તથા વ્યસનની શારીરિક અસરો, આર્થિક અસરો તથા વ્યસનથી થતા ગેર ફાયદા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય વિપુલ અઘારા તથા શાળાના સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

- text

- text