હળવદની જૂની મામલતદાર કચેરી સામેથી બાઈક ચોરાયું

- text


હળવદ : મોરબી શહેર જિલ્લામાં વાહનચોરીના બનાવ રોજબરોજના બન્યા છે ત્યારે હળવદ શહેરની જૂની મામલતદાર કચેરી સામેથી હળવદ તાલુકાના રાયધ્રા ગામે રહેતા આનંદભાઈ નાથાલાલ સોણોજિયા નામના યુવાનનું રૂપિયા 15 હજારની કિંમતનું બાઈક કોઈ અજાણ્યો તસ્કર ચોરી જતા હળવદ પોલીસ મથકમાં વાહન ચોરી મામલે ફરિયાદ નોંધાઇ છે.

- text