મોરબીમાં આરટીઓ કચેરી – ટ્રાફિક પોલીસ દ્વારા વિશ્વ સંભારણા દિવસની ઉજવણી કરાઈ

- text


મોરબી : 16 નવેમ્બરના રોજ વિશ્વ સંભારણા દિવસ અંતર્ગત મોરબી જિલ્લામાં આરટીઓ કચેરી તેમજ ટ્રાફિક પોલીસ દ્વારા જિલ્લા ટ્રાન્સપોર્ટ એસોસિએશનના હોલ ખાતે વિશ્વ સંભારણા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલ લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

- text

મોરબી જિલ્લામાં આરટીઓ કચેરી તેમજ ટ્રાફિક પોલીસ દ્વારા જિલ્લા ટ્રાન્સપોર્ટ એસોસિએશનના હોલ ખાતે વિશ્વ સંભારણા દિવસ નિમિત્તે માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલ લોકોને શ્રદ્ધાંજલિ આપવા વિશ્વ સંભારણા દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં ઉપસ્થિત અધિકારી દ્વારા વાહન ચલાવતી વખતે ટ્રાફિકના નિયમોનું પાલન કરવા જણાવવામાં આવ્યું હતું. તેમજ માર્ગ અકસ્માતમાં ઇજાગ્રસ્ત લોકોને મદદ કરવા અપીલ કરવામાં આવી હતી. વધુમાં હિટ એન્ડ રનના કિસ્સામાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલ વ્યક્તિને સરકાર દ્વારા ચૂકવવામાં આવતી સહાય વિશે પણ લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. જે સ્કીમ અંતર્ગત માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિને રૂપિયા 2,00,000 તેમજ ગંભીર ઈજાગ્રત થયેલા વ્યક્તિને રૂપિયા 50,000ની સહાય આપવામાં આવે છે.

- text