શાળાઓ ખુલીઃ મોરબી જિલ્લાની શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ

- text


મોરબી : દિવાળી વેકેશન પૂર્ણ થતાં જ આજથી મોરબી જિલ્લામાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ચુક્યો છે. મોરબી જિલ્લાની તમામ શાળાઓ આજથી શરૂ થઈ ગઈ છે. મોરબી જિલ્લામાં આવેલી 700 જેટલી પ્રાથમિક શાળામાં 68 હજાર જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જ્યારે જિલ્લામાં 240 જેટલી માધ્યમિક શાળાઓ આવેલી છે. આમ કૂલ 940 જેટલી શાળાઓમાં 1.25 લાખ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.

મહત્વનું છે કે, તમામ શાળાઓમાં 21 દિવસનું દિવાળી વેકેશન આપવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ પરિવાર સાથે વેકેશન સહિતની પ્રવૃત્તિઓની મજા માણી હતી. 21 દિવસનું વેકેશન પૂર્ણ થતાં જ આજથી તમામ શાળાઓ ખુલી ગઈ છે. આ તમામ શાળાઓમાં આજથી નવા સત્રનો પ્રારંભ થતાં શાળાઓ વિદ્યાર્થીઓના કિલકિલાટથી ગુંજી ઉઠી હતી.

- text

- text