ટંકારા નગરપાલિકાની ચૂંટણીની તૈયારીઓ શરૂ : ટીકીટ માટે અત્યારથી જ લોબિંગ

- text


રાજકીય પક્ષોએ પણ શહેર સંગઠન બનાવવા ઉપર ધ્યાન કેન્દ્રીત કર્યું 

ટંકારા : ટંકારામાં રાજકીય પક્ષો દ્વારા નગરપાલિકાની ચૂંટણીની તૈયારીઓ શરૂ ગઈ છે. બીજી તરફ ટીકીટ માટે અત્યારથી જ લોબિંગ શરૂ થઈ જતા રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ઉપરાંત રાજકીય પક્ષોએ પણ શહેર સંગઠન બનાવવા ઉપર ધ્યાન કેન્દ્રીત કર્યું છે.

ટંકારા સુવિધા અને સેવા સહિતના પશ્રને વખતો વખત ચર્ચામાં રહ્યું છે. તેવામાં આર્ય સમાજના સ્થાપકની જન્મભૂમિ ટંકારામાં 200માં અવતરણ દિવસના દ્રી શતાબ્દી મહોત્સવ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી દ્વારા ટંકારાને નગરપાલિકા આપવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ પ્રથમ વખત નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે. જેને કારણે રાજકીય પક્ષો અને નેતાઓમાં અનેરો ઉત્સાહ છે એટલુ નહી મતદારો પણ ચુટણીની ચર્ચામાં ઉતરતા ભર શિયાળે રાજકીય ગરમાવો આવી ગયો છે.

ટંકારાના મતદારો પહેલી વખત પાલિકાના વોર્ડ ઉમેદવાર માટે મતદાન કરશે. ઉપરાંત જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી પણ આવી રહી છે તો એક મતદાર કેટલા મત આપશે. એવી અનેક વાતો હાલે ચોરેને ચૌટે ચર્ચામાં છે.

- text


ટંકારામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને આમ આદમી પાર્ટી કાર્યાલય ધમધમ્યુ : ફોર્મ વિતરણ શરૂ

ટંકારા : આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાને લઇ ટંકારા તાલુકા આમ આદમી પાર્ટી કાર્યાલય ધમધમતું થયું છે. કાર્યાલય ખાતેથી ફોર્મ પણ વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. સંગઠન ટિમ દ્વારા સતત મોનીટરીંગ કરવાની સાથે આગામી સમયમાં લોકોની સુખાકારી અને સુવિધા માટે મેપ તૈયાર કરી મેનિફેસ્ટો માફક મુદાઓ તૈયાર કરવામાં આવી રહ્યા છે. ટંકારા લતીપર ચોકડી ખાતે શરૂ કરેલ કાયમી કાર્યાલય ખાતે મોરબીના આપ અગ્રણી પંકજ રાણસરીયા, મહાદેવભાઈ પટેલ, જશ્મતભાઈ કગથરા, ટંકારા ટિમના નરોત્તમ ગોસરા, દિવ્યેશ પટેલ, રમેશભાઈ પટેલ, ધર્મેન્દ્ર કકકડ, પ્રકાશ દુબરીયા, કુલદીપ ભાગિયા, હાસમભાઈ સહિતના હાજર રહ્યા હતા.તેમ યાદીમાં જણાવાયું છે.

 

- text