મોરબીના પંચાસર રોડ ચાર કલાક બાદ પણ ચક્કાજામ યથાવત : સ્થાનિકોએ રોડ ઉપર જ જમણવાર કર્યો

- text


 

લોકોએ રોડનું કામ કર્યું, પાલિકાએ બીલના પૈસા અટકાવ્યા, કમિશન ન મળ્યું હોવાથી આવું કર્યું : ભાજપના પૂર્વ કાઉન્સિલર શૈલેષ માકાસણાના આક્ષેપ

મોરબી : મોરબીના પંચાસર રોડ ઉપર રોડના કામના બિલ અટકાવવા મામલે સ્થાનિકોએ કરેલો ચક્કાજામ ચાર કલાક બાદ પણ યથાવત છે. બીજી તરફ ભાજપના પૂર્વ કાઉન્સિલર દ્વારા કમિશનકાંડના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે.

મોરબીના પંચાસર રોડ પર આવેલા શ્યામ-1 અન શ્યામ-2 સોસાયટીમાં રોડના અધુરા કામ બાબતે આજે સ્થાનિકોએ રોડ પર ઉતરીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. રોડ ચક્કાજામ કરીને રોડનું કામ પૂરું કરવા માટે માગ કરી હતી. મળતી વિગતો પ્રમાણે છેલ્લા 9 મહિનાથી રોડનું કામ બંધ હાલતમાં છે. સવારે ચાલુ થયેલ ચક્કાજામ બપોરે 2:30 વાગ્યા સુધી યથાવત છે. લોકોએ ત્યાં જ જમી ચક્કાજામ ચાલુ રાખ્યો હતો. વધુમાં જ્યાં સુધી ચીફ ઓફિસર લેખિતમાં બાહેંધરી નહિ આપે ત્યાં સુધી ચક્કાજામ ચાલુ રાખવાનું સ્થાનિકોએ જણાવ્યું છે.

આ મામલે ભાજપના પૂર્વ કાઉન્સિલર શૈલેષ માકાસણાએ જણાવ્યું કે આ રોડનું ટેન્ડર એક એજન્સીને મળ્યું હતું. પણ એજન્સીએ ટેન્ડર પરત ખેંચી લીધું હતું. ત્યારે ધારાસભ્યએ કહ્યું કે તમે લોકો રૂપિયા ઉઘરાવીને રોડ બનાવી લ્યો પછી રૂપિયા પાલિકા રૂપિયા આપી દેશે. પૂર્વ કાઉન્સિલરે વધુમાં ઉમેર્યું કે મે આમાં મારા રૂ.20 લાખ રોક્યા છે. પાલિકા બિલ પાસ કરતી નથી. આમાં રોડનું કામ આગળ કેમ વધારવું ?તેઓએ એવા પણ આક્ષેપ કર્યા કે કમિશન આપ્યું નહિ એટલે બિલ અટકાવવામાં આવ્યા છે.

- text

- text