- text
માર્કેટ યાર્ડની જગ્યા વિસ્તારવા સરકારે જે જગ્યા આપી તેમાં 37 ઝુંપડા અને 9 મકાનોનું દબાણ હતું, જેને હટાવ્યા બાદ નજીકના વિસ્તારમાં જ ઝુંપડા અને મકાન બનાવવા માટે મદદ કરાઈ
હળવદ : આમ તો દબાણ ઉપર ડીમોલેશન બાદ પરિવારો રઝળી પડતા હોય છે.પણ હળવદમાં કઈક અનોખો કિસ્સો જોવા મળ્યો છે.હળવદ માર્કેટ યાર્ડે ડીમોલેશન બાદ જરૂરિયાત મંદોને આશરો મળી રહે તે માટે ઘણી ખરી મદદ કરી છે.
હળવદ માર્કેટ યાર્ડમાં ખેડૂતોની સગવડતા માટે જગ્યા વિસ્તારવાનું આયોજન કરવામાં આવ્યું હતું. સરકારે યાર્ડની નજીક જે જગ્યા મંજુર કરી ત્યાં 37 ઝુંપડા અને 9 મકાન છેલ્લા વીસેક વર્ષથી હતા.યાર્ડની જગ્યા વધારવા માટે આ ઝુંપડા અને મકાનના દબાણને હટાવવા જરૂરી હતા.જેથી આ પરિવારોને પ્રેમથી સમજાવી તેઓને હટાવી લેવામાં આવ્યા હતા.
- text
બીજી તરફ આ લોકો ઘરવિહોણા ન બને તે માટે માર્કેટ યાર્ડના ચેરમેન રજનીભાઇ સંઘાણીના માર્ગદર્શન હેઠળ યાર્ડ દ્વારા ઝુંપડા ધારકોને નજીકમાં જ એન્ગલો,પતરા અને અન્ય સાધનો તેમજ મકાન ધારકોને પતરા-દાબડા સહિતની જરૂરી સામગ્રીઓ આપી ઝુંપડા અને મકાન બનાવવામાં મદદ કરવામાં આવી હતી. આમ જરૂરિયાતમંદ લોકોના પુનર્વસનમાં માર્કેટ યાર્ડ તેઓ માટે દેવદૂત બન્યું છે.
- text