- text
પાટણમાં ભૂકંપ આવ્યાના ત્રીજે જ દિવસે રાજ્યમાં ફરી ભૂકંપ આવ્યો
મોરબી : કચ્છમાં 4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. મોરબી જિલ્લાના અનેક વિસ્તારમા પણ આ ભૂકંપ અનુભવાયો છે. રાત્રે સવા આઠ આ આંચકો આવ્યો હતો. તેનું કેન્દ્રબિંદુ રાપરથી 26 કિમી દૂર નોંધાયું છે.
- text
વાગડના તાલુકા મથક રાપરથી 26 કિલોમીટર દૂર કેન્દ્રબિંદુ ધરાવતા 4.0ની તીવ્રતાના આંચકાની અસર આડેસર, ભચાઉ, ગાંધીધામ, આદિપુર અને અંજાર સુધીના વિસ્તારોમાં વધુ વર્તાઈ હતી. ખાસ કરીને વાગડ વિસ્તારનાં ગામોમાં અનેક સ્થળે ઘરમાં રહેલાં વાસણો ખખડી ઊઠ્યાં હતાં, તો લોકો ગભરાઈને બહાર દોડી આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે હજુ ત્રણ દિવસ પહેલાં ઉત્તર ગુજરાતની ધરા ધ્રૂજી હતી ત્યારે 4.2ની તીવ્રતાનો આંચકો પાટણ, પાલનપુર, મહેસાણા, અમદાવાદથી લઈ રાજકોટ અને મોરબી સહિતના પંથકમાં અનુભવાયો હતો.
- text