મોરબી મહેન્દ્રનગર ઓવરબ્રીજનું અધુરું કામ પૂર્ણ કરવા મુખ્યમંત્રીને રજૂઆત

- text


મોરબી : મોરબી મહેન્દ્રનગર ઓવરબ્રીજનું અધુરું કામ પૂર્ણ કરવા અંગે ટંકારાના વીરપરના વતની અને સામાજિક કાર્યકર હસમુખભાઈ ગઢવીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરી છે.

મુખ્યમંત્રીને કરવામાં આવેલી રજૂઆતમાં હસમુખભાઈ ગઢવીએ જણાવ્યું છે કે, મહેન્દ્રનગર ખાતે ઓવરબ્રીજનું કામ અધુરું છે તે પૂર્ણ થાય તે ખૂબ જ જરૂરી છે. સિરામિક-સેનિટેશન ઉદ્યોગના ટ્રાન્સપોર્ટેશનનું એક મહત્વનું કેન્દ્ર સ્થળ મહેન્દ્રનગર છે. મોરબીથી જેતપર અને મોરબીથી હળવદ જવાનું કેન્દ્ર બિંદુ મહેન્દ્રનગર છે. હાલ મોરબી-હળવદ ફોરલેન રોડનું કામ પ્રગતિમાં છે. ત્યારે બાકી રહેતું મહેન્દ્રનગર ઓવરબ્રીજનું કામ ગ્રામજનોની રજૂઆત છે કે, ઓવરબ્રીજની ડિઝાઈનમાં ફેરફાર કરવો, સ્પાનની સંખ્યા વધારી બંધ ઓવરબ્રીજની કામગીરી સત્વરે શરૂ થાય તો ટ્રાફિક સમસ્યા ઉકેલાશે, અકસ્માતોનું પ્રમાણ ઘટશે, ઈંધણ-સમયની બચત થશે, વાહનચાલકો અને રાહદારીઓની સલામતી માટે પણ ઓવરબ્રીજની કામગીરી પૂર્ણ થાય તે અનિવાર્ય જરૂરિયાત હોય તાત્કાલિક બ્રીજની કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.

- text

- text