મોરબી સિરામિક ઉદ્યોગને તોલ-માપ વિભાગ તરફથી થતી મુશ્કેલી બાબતે પીએમને રજૂઆત 

- text


એમ.આર.પી. બાબતના કેસ જે તે ફેકટરીના હોય તે જિલ્લામાં રજુ કરવા સહિતની રજૂઆત 

મોરબી : મોરબી સિરામિક ઉદ્યોગને તોલ-માપ વિભાગ તરફથી થતી મુશ્કેલી બાબતે મોરબી શહેર / જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને રજૂઆત કરવામાં આવી છે.

આ રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, મોરબી સિરામિક ઉદ્યોગ દેશમાં વધારેમાં વધારે ટેક્સ ભરે છે અને તેને કેરાલા, એમ.પી., રાજસ્થાન અને અન્ય રાજ્યોના તોલ-માપ વિભાગથી ઘણી મુશ્કેલીઓ પડે છે. અહીંથી ટેક્સ ટાઈલ્સની પેટી જે તે રાજ્યના ડીલરને પેટી પર એમ.આર.પી.ના સિક્કા લગાવીને વેચાણ કાયદેસર કરેલું હોય અને હવે ટાઇલ્સના ભાવ જુદા – જુદા રાજ્ય પ્રમાણે હોય છે હવે એક બે વર્ષ પછી એમાં એમ.આર.પી.ના સિક્કા ઝાંખા પડી ગયા હોય છે. તો તોલ-માપ વિભાગ મેન્યુફેક્ચર ઉપર કેસ કરે છે. આ કેસ ડીલર પર કરવાની જગ્યાએ માલિક ઉપર કેસ કરી ગમે તે રકમનો દંડ ભરવાનું દબાણ કરે છે.

- text

આ બાબતે રાજ્યમાં તમામ ટાઈલ્સની એમ.આર.પી. બાબતે મુશ્કેલી થતા એમ.આર.પી. બાબતના કેસ જે તે ફેકટરીના હોય તે જિલ્લામાં રજુ કરવા, જો ગ્રાહકે ફરિયાદ કરવાની હોય તો સ્થાનિક ડીલર પર પ્રથમ કરવા, મેન્યુફેક્ચર પર કંપનીને જાણ કર્યા વગર તોલમાપ વિભાગ દંડની રકમ મંજુર કરી શકે નહીં, તોલમાપ વિભાગ કંપનીના માલિક સાથે ટાઇલ્સની એમ.આર.પી. બાબતે ઓનલાઈન ચર્ચા કરવા સહિતની રજૂઆત કરવામાં આવી છે.

- text