- text
પૂર્વ કાઉન્સિલર સુરેશભાઈ શિરોહીયાએ સાંસદ વિનોદભાઈ ચાવડાને લેખિત રજૂઆત કરી
મોરબી : મોરબી ભાજપના પૂર્વ કાઉન્સિલર અને મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના મંત્રી સુરેશભાઈ શિરોહીયાએ સાંસદ વિનોદભાઈ ચાવડાને લેખિત રજૂઆત કરીને મોરબી જિલ્લાને રેલવેની સુવિધા બાબતે થઈ રહેલા અન્યાય દૂર કરીને વિવિધ લાંબા અંતરની અને સુપરફાસ્ટ ટ્રેનની સુવિધા પૂરી પાડવા જણાવ્યું છે.
રજૂઆતમાં જણાવ્યું છે કે, વર્ષોથી મોરબી જિલ્લાને રેલવે ટ્રેન લાંબા અંતરની ગાંધીધામ-મોરબી-કામ્ખીયા ભુજ મોરબી બાંદ્રા વિકલી સિવાય કોઈ ટ્રેન મળી નથી. મોરબીના તમામ લોકો, વેપારીઓ, ડોક્ટર, વકીલ, ઉદ્યોગપતિઓ દ્વારા માર્ગદર્શન મળ્યા મુજબ મોરબીને ભૂજ-ગાંધીધામ-મોરબી-હરિદ્વાર સુધી ટ્રેન આપવામાં આવે તેમજ ડેઇલી ભુજ-અમદાવાદ જે હાલ વંદે ભારત 6 દિવસ ચાલે છે તેને 3 દિવસ મોરબીથી ચલાવવામાં આવે તેવી પણ લોકોની માગણી છે. સાથે જ મોરબી-રાજકોટ ડેઇલી ટ્રેન રાજકોટ સુધી લંબાવવી જોઈએ. ગાંધીધામ-મોરબી-કામ્ખીયાના ફેરા પણ વધારવા જોઈએ. તો આ અંગે લોકોની માગ સાંભળીને મોરબી જિલ્લાને વિવિધ ટ્રેનની સુવિધાઓ આપવામાં આવે તેવી સાંસદ સભ્યને રજૂઆત કરાઈ છે.
- text
- text