થોરાળા હાઈસ્કુલમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો : દાતાઓ- તેજસ્વી છાત્રોનું સન્માન કરાયું

- text


મોરબી : કલરવ ૨૦૨૪ અંતર્ગત થોરાળા હાઈસ્કુલમાં પર્યાવરણ પ્રયોગશાળા તથા સ્કુલ રીનોવેશનના દાતા તથા તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો.

થોરાળા ગામના ઉદ્યોગપતિ તથા પર્યાવરણ પ્રયોગશાળા અને ઔષધીના દાતા કચરાભાઈ અંબાણી (અંબાણી ગૃપ) કાંતિલાલ મેરજા (મેટ્રિક્સ સેરા ગૃપ) તથા જયેશભાઈ રંગપરિયા (એલ ગૃપ)નું સન્માન કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા તથા અન્ય રાજકીય આગેવાનો અને ગામલોકો ઉપસ્થિત રહ્યા હતા.

વિદ્યાદાન એ જ મહાદાન હેઠળ ઉદ્યોગપતિઓએ આ સફળ અભિયાન પછી આવતા વર્ષે સંસ્થાના ૫૦ વર્ષે સુવર્ણજયંતી નિમિત્તે પ્રાથમિક શાળાને અદ્યતન બનાવી ગામને ભેટ આપવાનો સંકલ્પ કર્યો હતો. જેમા ધારાસભ્યએ પણ યોગ્ય સહકાર આપવાની બાંહેધરી આપી હતી. કાંતિલાલ મેરજાની ચાર મહિનાની મહેનત તથા સરપંચ અમૃતલાલ અંબાણી, આચાર્ય કે.કે.પટેલ, વિનુભાઈ સાણજા તથા વિદ્યાર્થીઓ અને ગામલોકોના સહકાર થી સંકુલ અધતન બન્યું હતું.કાર્યક્રમ નું સફળ સંચાલન કિંજલ સાણજા તથા પ્રાથમિક શાળાના આચાર્ય પંકજ ધામેચા અને બન્ને સ્કુલના શિક્ષકો એ કર્યુ હતુ.

આ નિમિત્તે ૧૦૦થી વધુ મોટા વૃક્ષો તથા ૨૫૦થી નાના છોડ વાવીને ઔષધી વન બનાવ્યું હતું. અને લોકાર્પણ કર્યુ હતુ.
દરેક મોટાવૃક્ષોને ક્રાંતિકારી તથા ભારતના મહાન નેતાઓના નામ સાથે જોડવામાં આવ્યા છે.

- text

- text