- text
વિજેતાઓના બેંક એકાઉન્ટમાં ઈનામની રકમ ઑનલાઈન જમા કરવામાં આવી
મોરબી : શિક્ષણકુંજ ગ્રૂપ દ્વારા રાજ્ય કક્ષાની ઑનલાઈન “કુહૂ રંગોળી સ્પર્ધા, નવેમ્બર – ૨૦૨૪”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં બે વિભાગ રાખવામાં આવ્યા હતા વિભાગ – ૧, ધોરણ ૫ થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે અને વિભાગ – ૨, કૉલેજિયન, શિક્ષકો, અન્ય વ્યવસાય ક્ષેત્રે જોડાયેલા સજ્જનો, ગૃહિણીઓ વગેરે માટે રાખવામાં આવી હતો.
શિક્ષણકુંજના સંચાલકો દિનેશભાઈ ચૌહાણ, નરેન્દ્રભાઈ કાલરિયા અને રાજેશભાઈ ડાભી દ્વારા આયોજિત રાજ્ય કક્ષાની ઑનલાઈન કુહૂ રંગોળી સ્પર્ધાનું પરિણામ તા.૧૫ના રોજ ઑનલાઈન જાહેર કરવામાં આવ્યું હતું. શિક્ષણકુંજ દ્વારા આયોજિત રાજ્ય કક્ષાની ઑનલાઈન કુહૂ રંગોળી સ્પર્ધાના જાહેર કરવામાં આવેલ પરિણામમાં વિભાગ -૧ માં પ્રથમ નંબર સુરત જિલ્લાના પલક દિનેશભાઈ ગામિત, દ્વિતીય નંબર ગાંધીનગર જિલ્લાના દેવાંશી હરિવદનભાઈ પ્રજાપતિ અને તૃતીય નંબર ગાંધીનગર જિલ્લાના ધાની અલ્પેશભાઈ પટેલે મેળવ્યો હતો. વિભાગ – ૨ માં પ્રથમ નંબર વડોદરા જિલ્લાના ઉર્વશીબેન કિશનભાઈ પટેલ, દ્વિતીય નંબર બનાસકાંઠા જિલ્લાના કાજલ દૂધાભાઈ સાલ્વી અને તૃતીય નંબર સુરેન્દ્રનગર જિલ્લાના ભાર્ગવી રાજેશભાઈ રંગાડિયાએ મેળવ્યો હતો.
- text
શિક્ષણકુંજ ગ્રૂપના સંચાલકો દ્વારા કુહૂ રંગોળી સ્પર્ધાના વિજેતાઓના બેંક એકાઉન્ટમાં ઈનામની રકમ ઑનલાઈન જમા કરવામાં આવી હતી અને ઑનલાઈન આકર્ષક પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત કુહૂ રંગોળી સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને પણ ઑનલાઈન આકર્ષક પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા.
શિક્ષણકુંજ ગ્રૂપ દ્વારા દર બે મહિને રાજ્યકક્ષાની ઑનલાઈન સ્પર્ધાઓ, કવિ સંમેલન, વર્કશોપ વગેરે યોજવામાં આવે છે. શિક્ષણકુંજ ગ્રૂપ દ્વારા દરરોજ આજનું પંચાંગ, સુવિચાર, ઉખાણું, અવનવું, જાણવા જેવુ, મહત્ત્વની ઘટનાઓ, જનરલ નૉલેજ અને દિન વિશેષની પોસ્ટ શિક્ષણકુંજ વોટ્સએપ ગ્રૂપમાં શેર કરવામાં આવે છે. તેમ યાદીમાં જણાવાયું છે.
- text