- text
મોરબી : મોરબી- રાજકોટ હાઇવે ઉપર લાઈટ નાખેલી છે પરંતુ ચાલુ કરવામાં આવતી નથી. આ લાઈટો ચાલુ કરવા સામાજીક કાર્યકર હસમુખભાઈ ગઢવી દ્વારા મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવી છે.
રજુઆતમાં જણાવાયુ છે કે રાજકોટ-મોરબી સ્ટેટ હાઈવે ઉપર ઓવરબ્રીજ, અંડરપાસ બ્રીજ તેમજ ડીવાઈડર ઉપર લાઈટો નાંખેલી છે, પરંતુ લાઈટો ચાલુ કરવામાં આવેલ નથી. નગરપાલીકા કે ગ્રામ પંચાયત જે તે ઓથોરીટીને જાણ કરી લાઈટો ચાલુ કરાવવામાં આવે તેવી માંગ છે. આ રોડ ઉપર વારંવાર અકસ્માતો થાય છે. જો રાત્રે લાઈટો ચાલુ હોય તો પદયાત્રી કે ટુ વ્હીલર ચાલકનો બચાવ થઈ શકે તેમ છે. ભકિતનગર ઓવરબ્રીજ શનાળા તેમજ નવલખી રોડ ઉપર આવેલ રેલ્વે ઓવરબ્રીજ ઉપર નાંખેલ લાઈટો વહેલી તકે ચાલુ થાય તે માટે જે તે ઓથોરીટીને જાણ થાય તેમજ લાઈટો ચાલુ થાય તે માટે પગલાં લેવામાં આવે તેવી માંગ છે.
- text
- text