- text
દાતાઓનો ઋણ સ્વીકાર, તેજસ્વી તારલાઓનું અને ભુતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન કરાશે
મોરબી : મોરબીના થોરાળા ખાતે આવેલી હાઈસ્કૂલ ખાતે આજે તારીખ 16 નવેમ્બરના રોજ સાંજે કલરવ-2024 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દાતાઓનો ઋણ સ્વીકાર, તેજસ્વી તારલાઓનું અને ભુતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવશે.
- text
આજે તારીખ 16 નવેમ્બર ને શનિવારે થોરાળા હાઈસ્કૂલ ખાતે સાંજે 7 કલાકે આ કાર્યક્રમની શરૂઆત થશે. ત્યારબાદ 7-15 કલાકે થોરાળા હાઈસ્કૂલના પટાંગણમાં પર્યાવરણ પ્રયોગશાળાનું નિર્માણ અને શાળાના બિલ્ડિંગના રિનોવેશનમાં આર્થિક સહયોગ આપનાર દાતાઓનું ઋણ સ્વીકાર કરવામાં આવશે. 7-30 કલાકે વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવશે અને 8 કલાકે સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર વામાં આવશે. આ કાર્યક્રમમાં ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા ઉપસ્થિત રહેશે. દાતાઓ કચરાભાઈ અંબાણી, કાંતિલાલ મેરજા અને જયેશભાઈ રંગપરીયા પણ હાજર રહેશે.
- text