- text
કડીયાણા નજીક ગોળાઈમાં કાર ચાલકે કાબુ ગુમાવ્યો, પત્ની બાળકોને ઇજા
હળવદ : હળવદ – મોરબી રોડ ઉપર કડીયાણા ગામ નજીક અર્ટિકા કારના ચાલકે ગોળાઈમાં સ્ટિયરિંગ ઉપરનો કાબુ ગુમાવી દેતા કાર ડિવાઈડર કૂદી સામેથી આવતા આઇસર ટ્રક સાથે અથડાતા મોરબીના કાર ચાલકનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે તેમના પત્ની તેમજ બાળકોને ઇજાઓ પહોંચી હતી.
- text
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ – મોરબી રોડ ઉપર જીજે – 36 – એએલ – 4848 નંબરની અર્ટિકા કાર લઈને જઈ રહેલા અમિતભાઇ કાનજીભાઈ ચૌહાણ ઉ.31 રહે.કડીયાવાસ વાળા કડીયાણા નજીક ગોળાઈમાં કારના સ્ટિયરિંગ ઉપર કાબુ ગુમાવી દેતા કાર ડિવાઈડર કૂદીને રોડની સામેની સાઈડ ઘુસી ગઈ હતી જ્યાં સામેથી આવતા જીજે – 36 – ટી – 7578 નંબરના આઇસર સાથે અથડાતા આ અકસ્માતમાં અમિતભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે તેમના પત્ની અને બાળકોને ઇજાઓ પહોચી હતી. આ અકસ્માતના બનાવ અંગે આઇસર ચાલકે કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
- text