ખાખરેચી ગામે વીજ લાઈન નાખવાના વિરોધ મુદ્દે ગામોગામ બેઠકો શરૂ, મોટા આંદોલનના મંડાણ

- text


 

પીઆઇ અને જી.પં.સદસ્ય વચ્ચે ચકમક ઝરી : કલેકટર અને એસપીનો હુકમ છે તેવું જણાવી પોલીસે ખેડૂતોને સાંભળ્યા પણ નહીં

મોરબી : માળિયા મિયાણાના ખાખરેચી ગામે વીજલાઈન નાખવા મુદ્દે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે. આ મામલે ગામેગામ બેઠકો શરૂ થઈ ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉપરાંત હવે આગામી દિવસોમાં મોટા આંદોલનની તૈયારી પણ શરૂ કરી દેવામાં આવી છે.

માળીયા મીયાણાના ખાખરેચી ગામમાં પ્રાઇવેટ વીજ કંપનીના અધિકારીઓએ ખેડૂતોનો વિરોધ હોવા છતાં પોલીસના જોરે બળજબરીથી કામ ચાલુ કર્યું છે. જેનો વિડીયો પણ વાયરલ થયો છે. આ વીડિયોમાં પીઆઇ જણાવે છે કે “કલેકટર અને એસપીનો હુકમ છે કામ નહી રોકાય, કામ રોકાવી જુઓ ખબર પડે” આમ પોલીસે ખેડુતોને સાંભળ્યા વગર જ કંપનીનું કામ શરૂ કરાવી દીધું છે.

આ મામલે જિલ્લા પંચાયત સદસ્ય મહેશભા પારેજિયાએ જણાવ્યું કે વીજ પોલમાં માર્કેટ વેલ્યુ પ્રમાણે કંપની વળતર આપવા તૈયાર છે. પણ કંપની વીજ તારમાં કઈ વળતર આપવા ઇચ્છતી નથી. આ મામલે ગામેગામ બેઠકોનો દૌર શરૂ થઈ ગયો છે. અગાઉ આવતીકાલે આંદોલન કરવાની તૈયારી કરી હતી. પણ આંદોલન મોટું થવાનું છે અંદાજે 2થી 3 હજાર લોકો એકત્ર થશે.એટલે હવે આંદોલનની નવી તારીખ જાહેર કરવામાં આવશે.

- text

- text