17 નવેમ્બરે સ્વ. દયાળ મુનિને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા શાંતિયજ્ઞ અને શ્રદ્ધાંજલિ સભા યોજાશે

- text


 

ટંકારા : ચારેય વેદોનું ગુજરાતીમાં અનુવાદ કરનાર પદ્મશ્રી દયાળજી પરમાર (દયાળ મુનિ)નું 90 વર્ષની ઉંમરે ગઈકાલે તારીખ 14 નવેમ્બરના રોજ અવસાન થયું છે. ત્યારે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે શાંતિયજ્ઞ તથા શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 17 નવેમ્બર ને રવિવારના રોજ સાંજે 4 થી 6 કલાકે ટંકારાના શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્મારક ટ્રસ્ટ ખાતે શાંતિયજ્ઞ તથા શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. તો સર્વેને આ શાંતિયજ્ઞ તથા શ્રદ્ધાંજલિ સભામાં ઉપસ્થિત રહેવા ધવલભાઈ ભરતભાઈ પરમાર, ભારતીબેન ચેતનકુમાર રાઠોડ અને પરમાર પરિવાર, આર્ય સમાજ- ટંકારા દ્વારા જણાવાયું છે.

- text

- text