ગ્રામજનોના વિરોધ બાદ ટંકારા પાલિકામાં કલ્યાણપર ગામને ન સમાવાયું

- text


 

ગ્રામજનોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાને કરેલી રજુઆત સફળ નીવડી

ટંકારા : ટંકારા નગરપાલિકા વિસ્તારમાં આર્યનગર અને કલ્યાણપરને સમાવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પરંતુ ગ્રામજનોએ આની સામે વિરોધ નોંધાવી ગ્રામ પંચાયત જ રહેવા દેવા રજૂઆતો કરી હતી. જેને પગલે ટંકારા પાલિકામાં કલ્યાણપર ગામને સમાવવામાં આવ્યું નથી.

- text

પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારા નગરપાલિકામાં ન સમાવવા કલ્યાણપર ગામના લોકોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાને રજુઆત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે તેઓનું ગામ ખેતી કરતું ગામ છે. નગરમાં સમાવવાને બદલે તેઓને ગ્રામ પંચાયત જ વધુ અનુકૂળ છે. પરિણામે જિલ્લા પંચાયતે ઠરાવ કરી ગ્રામ પંચાયતને યથાવત રાખવાનો નિર્ણય કર્યો હતો. આજે નસીતપર ગામે એક કાર્યક્રમમાં સાંસદ પરષોત્તમ રૂપાલા, પૂર્વ સાંસદ મોહનભાઇ કુંડારીયા તેમજ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા પધાર્યા હતા. તે વેળાએ પુર્વ સરપંચ દિનેશભાઈ વાધરિયા, મનહરભાઈ દુબરીયા અને પરેશભાઈ ઉજરીયાને ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાને રિલિઝ નોટિફિકેશન સુપરત કર્યુ હતું.

- text