ખાખરેચી ગામે વીજ લાઈનના કામ સામે ખેડૂતોનો વિરોધ : કાલે શનિવારે આંદોલનની જાહેરાત

- text


 

કંપનીએ લેખિતમાં આપેલી શરતોનું ઉલ્લંઘન કરી પોલીસ પ્રોટેક્શન સાથે બળજબરીથી કામ શરૂ કર્યું હોવાનો ખેડૂતોનો આક્ષેપ

મોરબી : માળિયા મિયાણાના ખાખરેચી ગામે વીજ લાઈન નાખવાના કામ સામે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે. ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે કંપનીએ શરતોનું ઉલ્લંઘન કરીને પોલીસ પ્રોટેક્શન સાથે બળજબરીથી કામ શરૂ કરી દીધું છે. જેની સામે આવતીકાલે આંદોલનની પણ જાહેરાત કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર પાવર ગ્રીડ કંપની દ્વારા વીજ લાઈનનું કામ ચાલી રહ્યું છે. અનેક ગામોમાં ભૂતકાળમાં તેની સામે વિરોધ વંટોળ ઉઠ્યા બાદ મામલો છેક ઉપરી કક્ષા સુધી પહોંચ્યો હતો. ત્યારબાદ હવે ફરી આ મામલો ચગ્યો છે. ખાખરેચી ગામના ખેડૂતોના જણાવ્યા અનુસાર કંપનીએ પોલ અને વીજ વાયરનો અગાઉ જે ભાવ નક્કી કર્યો હતો. તેની શરતો લેખિતમાં પણ આપવામાં આવી હતી. હવે કંપની શરતોનું ઉલ્લંઘન કરી જંત્રી પ્રમાણે ભાવ નક્કી કરવાનું કહે છે.

- text

આજે કંપનીના લોકોએ પોલીસ પ્રોટેક્શન સાથે આવી બળજબરીથી ખાખરેચી ગામના ત્રણેક ખેડૂતોની જમીનમાં કામ શરૂ કરી દીધું છે. જેની સામે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે. હવે આવતીકાલે આજુબાજુના ગામના સરપંચો તેમજ 200થી વધુ ખેડૂતો ખાખરેચી ગામે એકત્ર થઈ કંપની સામે આંદોલન કરશે તેવી જાહેરાત કરવામાં આવી છે.

- text