પાટણમાં 4.2ની તીવ્રતાનો ભૂકંપ : મોરબી જિલ્લામાં પણ અસર અનુભવાઇ

- text


 

મોરબી : પાટણ નજીક રાત્રીના સમયે 4.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હોય, રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તેની અનુભૂતિ થઈ છે. મોરબી જિલ્લામાં પણ અનેક વિસ્તારોમાં આંચકો અનુભવાયો હોવાનું જાણવા મળી રહ્યું છે.

- text

રાજ્યના સિસ્મોલોજીકલ ડિપાર્ટમેન્ટમાંથી મળતી વિગતો અનુસાર આજે રાત્રીના 10:15 કલાકે પાટણમાં 4.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. જેનું કેન્દ્રબિંદુ પાટણથી 17 કિમિ સાઉથ – સાઉથ- વેસ્ટ તરફ નોંધાયું છે. બનાસકાંઠાથી લઈ અમદાવાદ અને મોરબી સુધી આ ભૂકંપ અનુભવાયો હોવાનું જાણવા મળી રહ્યું છે.

- text