- text
સરસ્વતી શીશુ મંદિર ખાતે આયોજિત શિબિરમાં પ્રથમ દિવસે ડો. ચિરાગ આધારા દ્વારા યોગ અને એક્સરસાઇઝનું મહત્વ સમજાવવામાં આવ્યું
મોરબી : 14 નવેમ્બર વિશ્વ ડાયાબિટીસ દિવસના ઉપલક્ષમાં, ડાયાબિટીસ મુકત ગુજરાત અભિયાન અંતર્ગત ડાયાબિટીસ નિવારણ માટે ખાસ 15 દિવસની યોગ શિબિર ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકારના સયુંકત ઉપક્રમે સરસ્વતી શીશુ મંદિર, મોરબી ખાતે તા.14 થી શરૂ થઈ છે. જેમાં બહોળી સંખ્યામાં રજીસ્ટર થયેલા ડાયાબિટીસ પેશન્ટ જોડાયા છે.
ડો. જે. એસ. ભાડેસિયા(માં. ક્ષેત્ર સંઘચાલકશ્રી, પશ્ચિમ વિભાગ, આર.એસ.એસ), ડૉ. વિજયભાઈ ગઢીયા, ડૉ. પ્રવીણ વડાવિયા અને ડો. ચિરાગ આધારાની પ્રેરક ઉપસ્થિતિમાં શિબિર પ્રારંભ કરાયો અને શિબિરાર્થીઓને તેમનું માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું.
બહોળી સંખ્યામાં વહેલી સવારે યોગ શિબિરમાં જોડાવા બદલ ડો. ભાડેસિયા દ્વારા ખૂબ હર્ષ વ્યકત કર્યો હતો. અને ખોટી ચિંતાથી દૂર રહેવા અને સ્વાસ્થ પ્રત્યે જાગૃત રહેવા તેમના દ્વારા જણાવ્યુ હતું.
આ શિબિરમાં ડો.પ્રવીણભાઈ વડાવિયા દ્વારા યોગ, આયુર્વેદ અને એલોપેથીના ત્રિવેણી સંગમ વિશેની વાત રજૂ કરવામાં આવી. અને આયુર્વેદ દ્વારા શરીરને તંદુરસ્ત રાખવા અંગે અત્યંત જરૂરી જાણકારી આપવામાં આવી હતું. ડો.વિજયભાઈ ગઢીયા દ્વારા ડાયાબિટીસ વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી તેમજ ડાયાબિટીસને દૂર રાખવા જીવન શૈલીમાં કરવાના થતાં ફેરફારોની સમજ આપવામાં આવી હતી.
ડો. ચિરાગ આધારા દ્વારા યોગ અને એક્સરસાઇઝનું મહત્વ સમજાવતા ડાયાબિટીસ વાળા લોકોને આ બાબતની સંપૂર્ણ જાણકારી આપી રોગમાંથી બહાર નીકળીને તંદુરસ્ત બને તેવા શુભ આશય સાથે બધા ઉપસ્થિત લોકોને પ્રેરિત કર્યા હતા.
- text
આ ખાસ ડાયાબિટીસ નિવારણ યોગ શિબિરને સફળ બનાવવા ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની મોરબી ટીમ, આરોગ્ય વિભાગ સાથે ગુજરાત રાજ્ય યોગ બોર્ડની મોરબી જિલ્લાની સમસ્ત ટીમ સતત કાર્યરત રહે છે તેમ મોરબી જિલ્લા કો-ઓર્ડીનેટર રૂપલબેન શાહની યાદીમાં જણાવ્યું છે.
- text