ઇન્ડસ્ટ્રીયાલિઝ અને ઇમ્પોર્ટર્સ સાથે ગાલા ડિનર તેમજ મિટિંગો ચાલી, મોરબીની ટાઇલ્સના ઇમ્પોર્ટર્સે ભરપેટ વખાણ કર્યા : ઇન્ડિયન હાઈ કમિશનના સેક્રેટરીઓ તથા મોરબી સિરામિક એસો.ના પ્રમુખોની વિશેષ ઉપસ્થિતિ
મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : Unimaxx Corporation (બિલ્ડ એવન્યુ) દ્વારા શ્રીલંકામાં B ટુ B ઇવેન્ટ સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી. જેમાં મોરબી સિરામિક એસો.ના બે પ્રમુખો અને અન્ય ઇન્ડસ્ટ્રીયાલિસ્ટે હાજરી આપી હતી. આ ઇવેન્ટમાં મોરબીની ટાઇલ્સ ઉપર શ્રીલંકામાં ઇમ્પોર્ટર્સ આફરીન થયા હતા.
ગત તા.૨૨ના રોજ ‘ક્રાફટ & કોલોબ્રેશન’ ગાલા ડિનરમાં શ્રીલંકા ખાતેના ઇન્ડિયન હાઈ કમિશન તરફથી ફર્સ્ટ સેક્રેટરી – ઇકોનોમિક એન્ડ કોમર્સ દેવિકાલાલ અને સેકંડ સેક્રેટરી – ઇકોનોમિક એન્ડ કોમર્સ સૌરભ ખાસ હાજર રહ્યા હતા. મોરબી સિરામિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના પ્રેસિડેન્ટ મુકેશભાઈ (વિટ્રીફાઇડ ડિવિઝન) અને હરેશભાઇ (વોલ ટાઇલ્સ ડિવિઝન) ખાસ પધાર્યા હતા. શ્રીલંકા ટાઇલ્સ સેનેટરીવેર ઈમ્પોર્ટસ એસોસિયેશનના પ્રેસિડેન્ટ શ્રી વિઘનેસ્વરમ, TSAIના બોર્ડ મેમ્બર્સ અને મોરબીના સિરામીક મેન્યુફેક્ચર્સ હાજર રહ્યા હતા. બધા મહાનુભાવો અને Unimaxxની ટીમ દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી હતી. મહાનુભાવોના વ્યક્તવ્ય બાદ ગાલા ડીનર અને મીટ એન્ડ ગ્રીટનું આયોજન કરવામાં આવ્યું હતું.
બીજા દિવસે તા. ૨૩ ઓક્ટોબરના રોજ B ટુ B મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબીના ઈન્ડસ્ટ્રીયાલિસ્ટે સિરામીક ટાઈલ્સની વિવિધ ડિઝાઇન, સરફેસ અને ઇનોવેટિવ પ્રોડકટસનું પ્રદર્શન કર્યું હતું અને જરૂરી માહિતી શ્રીલંકાના ટાઇલ્સ ઇમ્પોર્ટર્સને આપવામાં આવી હતી. ૨૦થી પણ વધુ ઇમોટર્સ આ ઇવેન્ટમાં હાજર રહ્યા હતા. શ્રીલંકાના સિરામિક ટાઈલ્સના વેપારીઓએ ઇન્ડિયન સિરામિક ટાઇલ્સ પ્રોડક્ટ્સને વખાણી અને ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ સાથે બીઝનેસ અંગે મિટીંગો કરી હતી. મોરબીના ઈન્ડસ્ટ્રીયાલિસ્ટને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો.
આ દિવસે મોરબી સિરામિક એસોસિયેશનના પ્રેસિડેન્ટ મુકેશભાઈ અને હરેશભાઈ, TSIAના પ્રેસિડેન્ટ શ્રી વિઘનેસ્વરમ અને અન્ય બોર્ડ મેમ્બર્સની મુલાકાત શ્રીલંકન સ્ટાન્ડર્ડ કાઉન્સિલ સાથે થઈ હતી અને ઇન્ડિયન સિરામિક ટાઇલ્સ એક્સપોર્ટને લગતા જરૂરી મુદ્દાઓની ચર્ચા થઈ હતી. આ રીતે Unimaxxએ મોરબીની સિરામિક ઇન્ડસ્ટ્રીના વિકાસ માટે પણ જરૂરી ભૂમિકા ભજવી હતી.
આ ઇવેન્ટની સફળતાને લઈને Unimaxx Corporation (બિલ્ડ એવન્યુ) દ્વારા આવા ઇવેન્ટસનું આયોજન જુદા જુદા દેશોમાં પણ થાય એવી લાગણી સૌએ વ્યક્ત કરી.હવે ટૂંક સમયમાં Unimaxx દ્વારા આગામી B ટુ B મીટની જાહેરાત કરવામાં આવશે.Unimaxx સાથે જોડાઈને આપની કંપનીનું નેટવર્ક દેશવિદેશમાં વધારવાની તક ચૂકશો નહિ. તેમ યાદીમાં જણાવાયું છે.
વિડીયો તથા ફોટો માટે આ લિંક ઉપર ક્લિક કરો
https://buildavenue.com/article21.html
વધુ માહિતી માટે
Unimaxx Corporation
ઉત્પલ દોશી
મો.નં.63595 41919