- text
ખાણ ખનીજ વિભાગ દ્વારા મયુર નગર ગામે દરોડો
મોરબી : મોરબી ખાણ ખનીજ વિભાગ દ્વારા હળવદ તાલુકાના મયુરનગર ગામે રેતીનું ગેરકાયદેસર ખનન કરવા મામલે ખાણ ખનીજ વિભાગે દરોડો પાડી હીટાચી મશીન કબ્જે કરી હળવદ પોલીસ મથકને સોંપી આપ્યું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી ખાણ ખનીજ વિભાગના ભુસ્તરશાસ્ત્રી દ્વારા હળવદ તાલુકાના મયુરનગર ગામે પસાર થતી બ્રાહ્મણી નદી પાસે દરોડો પાડી એક જેસીબી કંપનીના એક્સકેવેટર મશીનને સાદી રેતી ખનીજનાં ગેરકાયદેસર ખોદકામ કરવા બદલ પકડી પાડેલ હતું. વધુમાં રેતીનું આ ગેરકાયદેસર ખોદકામ એક્સકેવેટર મશીનનાં માલિક અશ્વિનભાઈ પ્રભુભાઈ ડાંગર રહે.મિયાણી તા. હળવદ દ્વારા કરાવતો હોવાનું ખુલતા ખાણ ખનીજ વિભાગે એકસકેવેટર મશીન સીઝ કરી હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મૂકાવી આગળની નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરેલ હતી.
- text
- text