જનરલ અને લેપ્રોસ્કોપી સર્જન ડો. કૌશિક કોટક કાલે શુક્રવારે મોરબીમાં : ખાસ ઓપીડી

 

સારણ ગાંઠ, પિત્તાશયની પથરી, એપેન્ડીક્ષ, લાંબા સમયની પેટની બીમારી, સ્તનગ્રંથીની ગાંઠ, હરસ- મસા-ભગંદર, આંતરડામાં ટીબી તથા કેન્સરની ગાંઠ, ડાયાબિટીસના કારણે પગમાં તકલીફની સચોટ સારવાર

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : શ્રેષ્ઠ નિદાન તથા સારવાર માટે હવે મોરબીના લોકોને બીજે ક્યાય દૂર નહિ જવું પડે. કારણકે જનરલ અને લેપ્રોસ્કોપી સર્જન ડો. કૌશિક કોટક કાલે શુક્રવારે મોરબીમાં ખાસ ઓપીડી યોજવાના છે. તો આ ઓપીડીનો લાભ લેવા ઇચ્છુક દર્દીઓને એપોઈટમેન્ટ લેવા જણાવાયું છે.

રાજકોટની સ્ટર્લિંગ હોસ્પિટલમાં સેવા આપતા કન્સલ્ટન્ટ જનરલ, લેપ્રોસ્કોપિક એન્ડ ટ્રોમા સર્જન ડૉ.કૌશિક કોટક (MS, FMAS, FIAGES) તા.15 નવેમ્બરને શુક્રવારના રોજ સવારે 9 : 30 થી 11 દરમિયાન મોરબીના શનાળા રોડ ઉપર વિશાલ હોલની બાજુમાં સ્વામી નારાયણવાળી શેરીમાં સરદારબાગ સામે આવેલ આસ્થા ઓર્થોપેડિક તથા આંખની હોસ્પિટલમાં ખાસ ઓપીડી યોજશે.

આ ઓપીડીમાં સારણ ગાંઠ, પિત્તાશયની પથરી, એપેન્ડીક્ષ, લાંબા સમયની પેટની બીમારી, સ્તનગ્રંથીની ગાંઠ, હરસ- મસા-ભગંદર, આંતરડામાં ટીબી તથા કેન્સરની ગાંઠ, ડાયાબિટીસના કારણે પગમાં તકલીફની સચોટ સારવાર થઈ શકશે.

ડો.કૌશિક કોટકે એમ.બી.બી.એસ. ની ડિગ્રી બી. જે. મેડિકલ કોલેજ તેમજ એમ.એસ. (જનરલ સર્જરી) ની ઉચ્ચ ડિગ્રી શારદાબેન હોસ્પિટલ (એન.એચ.એલ. ગ્રુપ ઓફ હોસ્પિટલ) અમદાવાદ ખાતેથી મેળવેલ છે. હંમેશા કંઈક નવું શીખવાની ઝંખના ધરાવતા ડૉ.કૌશિક કોટકે જનરલ અને લેપ્રોસ્કોપિક સર્જરીમાં અત્યાધુનિક કહી શકાય તેવી મીનીમલ ઈન્વેસીવ સર્જરી અને સર્જીકલ પ્રોસીઝર્સ માટે ફેલોશીપ પણ કરેલ છે.

ડૉ.કૌશિક કોટક જનરલ અને લેપ્રોસ્કોપિક સર્જરી ક્ષેત્રે 20 વર્ષથી પણ વધારે સમયનો બહોળો અનુભવ ધરાવે છે. તેઓએ 18000 થી વધારે જનરલ અને લેપ્રોસ્કોપિક સર્જરી સફળતાપુર્વક પાર પડેલ છે, જેમાં મુખ્યત્વે આંત્રપુચ્છ, પિતાશયની કોથળી, સારણગાંઠ, વધરાવળ, હરસ, મસા, ભગંદર તથા દૂરબીનથી થતા ઓપરેશન (આંત્રપુચ્છ, પિતાશયની કોથળી, ગર્ભાશયની કોથળી, અંડપિંડની સર્જરી, સારણગાંઠ) ઉપરાંત ડાયાબીટીસના દર્દીના પગના તમામ ઓપરેશનનો સમાવેશ થાય છે તેઓએ 5000 થી પણ વધારે સર્જીકલ પ્રોસીઝર્સ કરેલ છે, જેમાં છાતીમાં નળી મુકવી, ગળામાં કાણું પાડી નળી મુકવી, પેટ ઉપર પેશાબની નળી મુકવી, દાઝેલા દર્દીમાં કોલેજન મેમ્બ્રેન તથા ચામડી મુકવી જેવી પ્રોસીઝર્સનો સમાવેશ થાય છે.

ડૉ.કૌશિક કોટક જીઆઈ (GI) સંબધિત વિવિધ સર્જરીઓ જેવી કે લેપ્રોસ્કોપી, પોલીટ્રોમા, કેન્સર, એનોરેકટલ અને ડાયાબેટીક ફૂટ સર્જરી માટે ખાસ રસ અને રુચિ ધરાવે છે. ડૉ. કૌશિક કોટક પોતાના મેડિકલ અપગ્રેડેશન માટે હંમેશા સક્રિય રહે છે અને આ માટે તેઓ રાષ્ટ્રીય – આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે થતાં સેમિનાર અને કોન્ફરન્સોમાં ભાગ લેવા ઉપરાંત જનરલ અને લેપ્રોસ્કોપિક સર્જરી અંગે વિવિધ પેપર્સ રજુ કરી પોતાની કુશળતાની એક આગવી ઓળખ ઉભી કરેલ છે.

આયુષ્માન ભારત “PMJAY” માં યોજનાનાં કાર્ડધારકો માટે હૃદયરોગ, કેન્સર સર્જરી, કિમોથેરાપી, રેડિયેશન થેરાપી(શેક)ની સારવાર વિનામૂલ્યે સ્ટર્લિંગ હોસ્પિટલ્સ, રાજકોટ ખાતે ઉપલબ્ધ.

ઓપીડી તા.15 નવેમ્બર
સમય : સવારે 9:30 થી 11
રજિસ્ટ્રેશન માટે
મો.નં. 9537102662
વધુ વિગત માટે
મો.નં. 9574000692