ટંકારા નગરપાલિકામાં 6 વોર્ડની 24 બેઠકો માટે યોજાશે ચૂંટણી

વોર્ડ રચના, સીમાંકન અને બેઠકોની ફાળવણીનો મુસદ્દો જાહેર : 7 દિવસમાં વાંધા-સૂચનો કરી શકાશે

ટંકારા : ટંકારા નગરપાલિકા જાહેર થયા બાદ હવે ટૂંક સમયમાં તેની ચૂંટણીના ઢોલ પણ ઢબુકવાના છે. આ માટે તંત્ર દ્વારા વોર્ડ રચના, સીમાંકન અને બેઠકોની ફાળવણીનો મુસદ્દો જાહેર કરવામાં આવ્યો છે. નગરપાલિકામાં 6 વોર્ડ અને 24 બેઠકો રચવામાં આવી છે. આ સાથે સીમાંકન અને બેઠકોની ફાળવણીનો મુસદ્દો પણ જાહેર કરવામાં આવ્યો છે.

જેમાં વોર્ડ નં.1માં નગરનાકા રોડ, મુમનાનો ડેલો, મુમના શેરી, જમાત શેરી, ઘાંચીશેરી, મેઇન બજાર, પોલીસ સ્ટેશન,દયાનંદ ચોક, ગાયત્રીનગર વિસ્તાર સમાવવામાં આવ્યા છે. આ વોર્ડની વસ્તી 2153 છે. આ વોર્ડની 4 બેઠકોમાં 2 બેઠક સ્ત્રી સામાન્ય તથા એક પછાત વર્ગ અને એક સામાન્ય વર્ગ માટે રહેશે. વોર્ડ નં.2માં લક્ષ્મિનારાયણ મંદિર વાળી શેરી, મઠવારી શેરી,મેમણ શેરી નગરનાકા પાસે, મોચી બજાર, હોસ્પિટલ શેરી, મોરબી નાકે, હોસ્પિટલ શેરી, રાધાકૃષ્ણા શેરી, મેઇન બજાર, ભાટિયા શેરી, નવા નાકા રોડ, યમુના શેરીને સમાવવામાં આવી છે. આ વોર્ડમાં વસ્તી 2240 છે. આ વોર્ડની 4 બેઠકોમાં 2 બેઠક સ્ત્રી સામાન્ય તથા એક પછાત વર્ગ અને એક સામાન્ય વર્ગ માટે રહેશે.

વોર્ડ નં.3માં લો વાસ ગામઠી શાળા વાળી શેરી, લો વાસ, ઘેટીયા વાસ, ત્રણ હાટડી ચોક,મેઇન બજાર,મકરાણી શેરી, દયાનંદ ચેમ્બર, લતિપર તથા ખીજડીયા ચોકડી, બાલ મંદિર, ગાયત્રીનગર, ન્યુ ગાયત્રીનગર, હનુમાનજી મંદિર, બાપા સીતારામ મંદિર, ખેતર મેલડી માતાજી મંદિર, ખેતર વિસ્તારને સમાવવામાં આવ્યા છે. આ વોર્ડમાં વસ્તી 2149 છે. આ વોર્ડની 4 બેઠકોમાં એક પછાતવર્ગ સ્ત્રી, એક સામાન્ય વર્ગ સ્ત્રી તથા બે સામાન્ય વર્ગ માટે રહેશે.

વોર્ડ નં.4માં મેઇન બજાર, લક્ષ્મિનારાયણ શેરી, ઘેટીયા શેરી, રાજબાઈ ચોક, દેરીનાકા મેઇન રોડ, ખડિયા વાસ મેઇન રોડ, ઉગમણા ચોક,કોળી વાસ, ઘેટીયાવાસ, ડેમી નદી વિસ્તારને સમાવવામાં આવ્યા છે. આ વોર્ડની વસ્તી 1810 છે. આ વોર્ડની 4 બેઠકોમાં એક પછાતવર્ગ સ્ત્રી, એક સામાન્ય વર્ગ સ્ત્રી તથા એક અનુ.જાતિ અને એક સામાન્ય વર્ગ માટે રહેશે.

વોર્ડ નં.5માં તિલક નગર, મામલતદાર કચેરી, ખીજડીયા રોડ, યોગેશ્વર નગર, ઠક્કરબાપા વસાહત, લક્ષ્મિનારાયણ સોસાયટી, સાર્વજનિક હેતુ પ્લોટ સોસાયટી, લક્ષ્મિનારાયણ નગર સોસાયટી વિસ્તારને સમાવવામાં આવ્યા છે. આ વોર્ડમાં વસ્તી 2527 છે. આ વોર્ડની 4 બેઠકોમાં એક પછાતવર્ગ સ્ત્રી, એક સામાન્ય વર્ગ સ્ત્રી તથા બે સામાન્ય વર્ગ માટે રહેશે. વોર્ડ નં.6માં લક્ષ્મિનારાયણ નગર, ગાડા માર્ગ, ઝાપાવાળી મંદિરવાળી શેરી, ૧૦૦ ચોરસ વાર, નવું ગામતળ,પટેલ/સંધિવાસ, બિનખેતી પ્લોટ વિસ્તાર, અયોધ્યાપુરી, દેવનગરી, હરિઓમ નગર, બાલાજી, કૃષ્ણા પાર્ક, પ્રભુ નગર, સરદારનગર, ધર્મભક્તિ, રાજધાની વિસ્તારનો સમાવેશ થાય છે. આ વોર્ડમાં વસ્તી 2157 છે. આ વોર્ડની 4 બેઠકોમાં બે સામાન્ય વર્ગ સ્ત્રી તથા એક પછાતવર્ગ અને એક સામાન્ય વર્ગ માટે રહેશે.

વોર્ડ રચના, સીમાંકન અને બેઠકોની ફાળવણીનો મુસદ્દો જાહેર કરવામાં આવ્યો છે. તેમાં કોઈપણ નાગરિકને સલાહ સૂચનો કરવાના હોય તો ૭ દિવસમાં રાજ્ય ચૂંટણી આયોગ, બ્લોક નંબર-૯, ૬ઠ્ઠો માળ, સચિવાલય, ગાંધીનગરને પહોંચે તે રીતે મોકલી આપવા જણાવાયુ છે. જેની એક નકલ કલેકટરને આપવાની રહેશે. મુદત પુરી થયા બાદ આવેલ સૂચનો ધ્યાનમાં લેવામાં આવશે નહીં.