- text
તેઓએ ચારેય વેદનું ગુજરાતીમાં અનુવાદ કર્યું હતું, ઉપરાંત આયુર્વેદ ક્ષેત્રે પણ મહત્વનું યોગદાન આપ્યું હતું : સાંજે 4 કલાકે તેમના નિવાસ સ્થાને અંતેષ્ઠી નીકળશે
ટંકારા : આપણી સૌથી મોટી ધરોહર સમાન ચારેય વેદનું ગુજરાતીમાં અનુવાદન કરનાર એવા ટંકારાના પદ્મશ્રી દયાળમુનિનું નિધન થયું છે. જેને પગલે સમગ્ર પંથકમા ભારે શોક છવાઈ ગયો છે. આજે સાંજે 4 કલાકે તેમના નિવાસ સ્થાને અંતેષ્ઠી નીકળશે.
ટંકારામા દયાળમુનિ તરીકે જાણીતા 89 વર્ષીય દયાળજી માવજીભાઈ પરમાર એક સંસ્કૃત શિક્ષક, લેખક, આયુર્વેદાચાર્ય, પ્રોફેસર, આયુર્વેદ શિક્ષક, શ્રેષ્ઠ વૈદ્ય, સંશોધક, વક્તા, ગાયક, સમાજ સુધારક અને પુસ્તકાધ્યક્ષ સહિતના પદોને શોભાવી રહ્યા હતા. તેઓનો જન્મ 28 ડિસેમ્બર 1934ના રોજ ટંકારામાં થયો હતો.
દયાળમુનિએ ચારેય વેદના બધા મંત્રોનું સંસ્કૃતમાંથી ગુજરાતીમાં ભાષાંતર કરી કુલ આઠ પુસ્તકો આપ્યા છે. તેઓએ અનેક વિદ્યાર્થીઓને શિક્ષા આપી છે. તેઓને અગાઉ પણ અનેક સન્માનો પણ મળી ચૂક્યા છે. ત્યારે ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ મળતા ટંકારા સહિત મોરબી જિલ્લાનું અને ગુજરાતનું ગૌરવ વધાર્યું હતું.
તેઓએ ટંકારા સ્મશાન સંચાલકને હયાતીમાં બોલાવી અંતેષ્ઠી માટેનું અનુદાન આપી અનેરો આનંદ વ્યક્ત કર્યો હતો. દયાળમુનિ જીવનની અંતિમ કેડીએ એકલા હોય એક દિવસ ટંકારા પાંજરાપોળ અને સ્મશાન સંચાલક રમેશભાઈ ગાંધીને ધરે બોલાવી પોતાની અંતિમ સંસ્કાર બાદ એક વહેવાર તરીકેનું અનુદાન આપવા માટે હયાતિમા નિણય કર્યો હતો.તેઓની આજે તબિયત લથડતા તેઓને રાજકોટ સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા અને તેમની અંતેષ્ઠી આજે સાંજે ચાર વાગ્યે તેમના નિવાસ્થાને એટલે કે લક્ષ્મીનારાયણ સોસાયટી શેરી નંબર 1 પ્રણવ ભવનમાંથી નીકળવાની છે.
- text
- text