સરકારી શાળાઓમાં સંગીત શિક્ષકોની ભરતી મામલે ટાટ પાસ ઉમેદવારોની કલેકટરને રજુઆત

- text


જો ભરતી જ કરવી ન હોય તો સંગીત શિક્ષકો માટેની પરીક્ષા શુ કામ લેવાઈ છે ? ઉમેદવારોનો સરકારને સવાલ

મોરબી : ગુજરાત સરકારે સરકારી માધ્યમિક /અનુ.માધ્યમિક શાળાઓમાં 7500 શિક્ષકોની ભરતીનું એલાન કરવામાં આવ્યું હતું. જે મુજબ 3500 જગ્યાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ આજ દિવસ સુધી સંગીત વિષયની એક પણ જગ્યાએ ભરતી અંગે જાહેરાત કરવામાં આવી નથી. જે અંગે ટાટની દ્વિપક્ષીય પરીક્ષા પાસ કરનાર ઉમેદવારોએ જિલ્લા કલેકટરને રજુઆત કરી છે.

દિપ્તી રાકેશ પરમાર અને તુષાર પ્રાણજીવનભાઈ પૈજા સહિતના ઉમેદવારોએ રજુઆતમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રીય શિક્ષણનીતિ 2020 અન્વયે ભારત સરકારે કલાના વિષયોમાં સર્વાંગી વિકાસના હેતુથી ચિત્ર, સંગીતનો ઉલ્લેખ સાથે સમાવેશ કર્યો છે. ગુજરાત સરકાર રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા વર્ષ ૨૦૧૨,૨૦૧૯,અને ૨૦૨૩ ના વર્ષ દરમિયાન ટાટ પરીક્ષા લેવાઈ રહી છે અને તેમાં ઉમેદવારો ઉત્સુકતાપૂર્વક પાસ થયેલ છે પરંતુ રાજ્ય સરકાર દ્વારા ૨૦૨૩માં દ્વિસ્તરીય પરીક્ષા લેવાઈ હતી તેમાં પણ ઉમેદવારો મહા મહેનતે ઉત્તીર્ણ થયેલ છે.

- text

સરકાર દ્વારા છેલ્લા ૨૦ વર્ષથી ભરતી કરેલ નથી. તો એક એવો પણ પ્રશ્ન ઊભો થાય કે જો ભરતી ન કરવી હોય તો દર વર્ષે રાજ્ય પરીક્ષા બોર્ડ કેમ પરીક્ષા લે છે? અને ઉમેદવારો સાથે અન્યાય ક્યાં સુધી ? ગુજરાત હાઇકોર્ટની એક્ટ ૧૯૭૨માં કલા (સંગીત)વિષયનો ફરજિયાત સમાવેશ કરવો એવો આદેશ છે અને તે આદેશ અનુસાર ૧૯૭૪ માં અમલમાં મુકેલો હતો અને ભરતી થયેલી હતી. ૨૦ વર્ષ પહેલા દરેક શાળામાં સંગીત શિક્ષકો હતા તો જે તે સમયે મહેકમ બનતું હતું અને સંગીત શિક્ષકો હતા જે નિવૃત્તિ તરફ આગળ વધી રહ્યા છે આમ જોઈએ તો ગુજરાતની દરેક શાળામાં સંગીત શિક્ષકોની જગ્યાઓ ઘણી બધી ખાલી થવા પામી છે.જો આવનારા સમયમાં સંગીત વિષયના શિક્ષકોની ભરતી નહીં થાય તો બધા જ સરકારી કાર્યક્રમોનો બહિષ્કાર કરવામાં આવશે.

- text