- text
15 નવેમ્બરે વિજયમુહૂર્તમાં વૈદિક શાસ્ત્રો મહાયજ્ઞની પુર્ણાહુતી થશે
ટંકારા : નેસડા (ખા.) ગામ સમસ્ત દ્વારા મહાન ભગીરથ કાર્ય શ્રી રામકથા એવમ 108 કુંડ શ્રી રામ ચરિત માનસ હોમાત્મ નવાન્હ પારાયણ મહાયજ્ઞનું આયોજન આપણા હનુમાન મંદિર નેસડા (ખા.) ખાતે કરવામાં આવ્યું છે.
આ કથાનો પ્રારંભ તારીખ 7-11-2024 ને ગુરુવારના રોજ કરવામાં આવ્યો હતો. આ કથા અને યજ્ઞનું સમાપન તારીખ 15-11-2024 ને શુક્રવારના રોજ થશે. આ કથાનો સમય સવારે 9 થી બપોરના 12 કલાક તથા બપોરે 2:30 થી સાંજે 5:30 કલાક દરમ્યાન વક્તા શ્રી વિષ્ણુબાપા દાણીધારીયા મુ. ખાખરીયા દ્વારા કથાનું રસપાન કરાવવામાં આવી રહ્યું છે. તેમજ બપોરે 11:30 કલાકે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવે છે. આ કથામાં તા. 14 નવેમ્બરના રોજ સવારે 11:30 કલાકે શ્રી રામ પાદુકા પૂજન, સાંજે 4:30 કલાકે શ્રી રામ – શબરી મિલાપ અને સાંજે 5:30 કલાકે શ્રીરામ-હનુમાન મિલાપ તથા તા. 15 નવેમ્બરના રોજ સવારે 11:30 કલાકે શ્રી રામેશ્વર પૂજન તેમજ સાંજે 5:30 કલાકે પોથીયાત્રા નીકળશે.
- text
108 કુંડ શ્રી રામ ચરિત માનસ હોમાત્મ નવાન્હ પારાયણ મહાયજ્ઞ મહોત્સવમાં મહાયજ્ઞના આચાર્ય ભગવતાચાર્ય, જ્યોતિષાચાર્ય, સાહિત્યચાર્ય M.A. સંસ્કૃત – વારાણસી (કાશીવાળા- મોરબીવાળા) પૂજ્ય મહોપાધ્યાય જીજ્ઞેશભાઈ સી. પંડ્યા દ્વારા વૈદિક શાસ્ત્રો દ્વારા મહાયજ્ઞ કરાવવામાં આવી રહ્યો છે. આ મહાયજ્ઞની પુર્ણાહૂતી તારીખ 15-11-2024 ને શુક્રવારના રોજ બપોરે 12:39 કલાકે વિજયમુહૂર્તમાં થશે.
- text