- text
મોરબી : મોરબી શહેરમાં દિવાળીના વેકેશનમાં પણ ઘણી ખાનગી સ્કૂલોમાં શૈક્ષણિક કાર્ય ચાલુ હોવાનું ધ્યાને આવતા મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ શિક્ષણ મંત્રીને આવી સ્કૂલો સામે પગલાં ભરવા માગ કરી છે.
પુષ્પરાજસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, સરકાર દ્વારા તારીખ 28 ઓક્ટોબર થી 17 નવેમ્બર સુધી દિવાળીનું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. તેમ છતાં મોરબીની ઘણી ખાનગી સ્કૂલો રાજ્ય સરકારથી ઉપર હોય તેમ સ્કૂલમાં શૈક્ષણિક કાર્ય ચાલુ રાખવામાં આવ્યું છે. તેથી શિક્ષણ મંત્રી અને મોરબી જિલ્લા શિક્ષણાધિકારીને વિનંતી કે આવી સ્કૂલો બંધ કરાવી પગલાં ભરવામાં આવે. જો આવી સ્કૂલો સામે કોઈ પગલાં ભરવામાં નહીં આવે તો અમે વિપક્ષ તરીકે જાહેર કરીશું કે, ભાજપના કાર્યક્રમોમાં ભીડ ભેગી કરવામાં જે વિદ્યાર્થીઓનો ઉપયોગ કરવામાં આવે છે તે જ સ્કૂલો વેકેશનમાં ચાલુ રાખવામાં આવી રહી છે.
- text
- text