મોરબીના વજેપર ગામે બાળકો માટે નિઃશુલ્ક બાળ વાંચનમાળાની શરૂઆત

- text


મોરબી : તારીખ ૧૨ નવેમ્બરના રોજ મોરબીના વજેપર ગામમાં બાળકો માટે નિ:શુલ્ક બાળ વાંચનમાળાની શરૂઆત કરવામાં આવી છે. નાના બાળકોમાં મોબાઇલનું વ્યસન વધતું જાય છે. બાળકો દિવસભર મોબાઇલ જોવામાં વ્યસ્ત રહે છે. પરંતુ બાળકોને વાંચન તરફ પાછા લઈ જવા માટે એક નાનકડી પુસ્તકની પરબ બનાવવામાં આવી છે જ્યાં 5 થી 14 વર્ષ સુધીના બાળકો પોતાના મનપસંદ પુસ્તકો મહિનાના પ્રથમ શનિવારે લઈ જઈ શકશે.

આ બાળવાંચનમાળાનો પ્રારંભ પર્યાવરણ પરિવારના વિચારક તેમજ તેના પ્રણેતા પરમાર નર્મદાબેન લાલજીભાઈના હસ્તે કરવામાં આવ્યો હતો. તેમણે બાળકોને જીવનમાં પુસ્તકોનું શું મહત્વ છે તેના વિશે બાળકોને સમજ આપી હતી. શરૂઆતમાં 10 થી 15 બાળકો પુસ્તકો સાથે જોડાઈ ચૂક્યા છે. આ પુસ્તકોના દાતા ગીતાબેન પ્રકાશભાઈ દોશી તરફથી બાળસાહિત્યના પુસ્તકો ભેટ આપવામાં આવ્યા છે.

- text

- text