- text
તા.18એ સંતવાણી યોજાશે : તા.19એ યજ્ઞની પૂર્ણાહુતિ સાથે ધર્મસભા અને સંતોના સામૈયા યોજાશે
મોરબી : ચોટીલાના જાની વડલા પાસે આવેલા ગોપાલધામ આશ્રમ ખાતે પૂ. ગોપાલગીરી બાપુ- ગુરુ રાજગીરી બાપૂની નિશ્રામાં તા.15થી પાંચ દિવસના 251 કુંડી મહારુદ્ર યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
યજ્ઞ પ્રારંભ તા.15ને શુક્રવારથી થશે. જે તા.19ને મંગળવાર સુધી ચાલશે. દરરોજ સવારે 7:15 થી 12:15 તથા બપોરે 2:15થી 5:15 સુધી યજ્ઞ ચાલશે. તા.19એ સાધુ સંતોના સામૈયા કરાવશે. આ સાથે ધર્મસભાનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. યજ્ઞના યજમાન માટે ફળાહાર બપોરે 12:15થી 2 દરમિયાન યોજાશે. આ પાંચ દિવસ દરમિયાન અખંડ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક આયોજન દરમિયાન તા.18ને સોમવારના રોજ નામી- અનામી કલાકારો ભજન સંતવાણીનું રસપાન કરાવશે.
- text
આ ધાર્મિક આયોજનોમાં સર્વે ભાવિકોને પધારવા માટે ગોપાલ ધામ આશ્રમના પૂ. ગોપાલગીરી બાપુ – ગુરુ રાજગીરી બાપુ તેમજ સેવકગણે નિમંત્રણ પાઠવ્યું છે.
- text