- text
મોરબી : મોરબીમાં ટ્રાફિક જવાન આમ જનતા ઉપર રોફ જમાવી લોકોને ધમકાવતા હોવાના આક્ષેપ સાથે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ જિલ્લા પોલીસ વડાને રજુઆત કરી આ પોલીસમેન સામે પગલા લેવાની માંગ કરી છે.
જિલ્લા કોંગ્રેસ પ્રમુખે રજુઆતમાં જણાવ્યુ કે હાલમાં મોરબીમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગયેલ છે. પોલીસ તંત્ર માત્રને માત્ર ચુંટાયેલા લોકો તથા લુખ્ખા તત્વોને છાવરી રહી છે. ખુલ્લેઆમ દારૂ, નશાકારક પદાર્થો તથા વ્યાજખોરીનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહયું છે. જેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.
આવી કથળી ગયેલ પરિસ્થિતિમાં મોરબી શહેરમાં ફરજ બજાવતા અમુક ટ્રાફીક પોલીસ જવાન સામાન્ય લોકોને હેરાન-પરેશાન કરી રહ્યા છે. આ ટ્રાફીક પોલીસ દ્વારા ઉપાડવામાં આવેલ વાહન લેવા જતા લોકો સાથે ગેરવર્તણુંક કરવામાં આવે છે. સામાન્ય લોકો જે માત્ર પ્રતિદિન ૩૦૦ થી ૫૦૦ રૂપિયાની આવક મેળવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહયા છે તેવા લોકો પાસેથી મનફાવે તે રીતે ઉઘરાણા કરી રહ્યા છે. અમુક વિસ્તારોમાં સામાન્ય લોકોને પાર્કિંગ કરવા માટે પાર્કિંગની જગ્યાઓ પણ નથી. તેવામાં રસ્તા ઉપર ગેરકાયદેસર નાસ્તાની લારીઓ, રાજકીય નેતાઓ તથા ઉદ્યોગકારોના વાહનો તેમજ દબાણકારો ઉપર કેમ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી ? તો શું આ બધુ સામાન્ય જનતાને જ સહન કરવું પડશે ?
- text
જેથી આ ટ્રાફીક પોલીસને કાયદાનું ભાન કરાવવા, સામાન્ય જનતાને હેરાન પરેશાન કરવા સબબ ટ્રાફીક પોલીસ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ છે.
- text