મોરબી-માળીયા વિધાનસભાના ભાજપના કાર્યકારોનું શનિવારે સ્નેહમિલન

- text


ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાની અધ્યક્ષતામાં યોજાશે કાર્યક્રમ : 1500 થી વધુ કાર્યકરો-પ્રજાજનો ઉપસ્થિત રહેશે

મોરબી : મોરબી-માળીયા વિધાનસભાના ભાજપના કાર્યકારોનું શનિવારે સ્નેહમિલન યોજાનાર છે. ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાની અધ્યક્ષતામાં યોજાનાર કાર્યક્રમમાં 1500થી વધુ કાર્યકરો-પ્રજાજનો ઉપસ્થિત રહેશે.

ભારતીય જનતા પાર્ટીની પરંપરા અનુસાર દીપાવલી પર્વ બાદ નુતનવર્ષ સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. તા.16ને શનિવાર સાંજે 5.00 કલાકે, ઉમા ટાઉનશીપ મુકામે યોજાનારા આ સ્નેહમિલનમાં પ્રદેશ ભાજપાના વરિષ્ઠ આગેવાનો, સંસદ સદસ્યો, ધારાસભ્યો, જીલ્લા અને મંડલ સંગઠનના હોદ્દેદારો, જીલ્લા પંચાયત, તાલુકા પંચાયતના હોદ્દેદારો ઉપસ્થિત રહેશે.

આ સ્નેહમિલન સમારોહમાં પરસ્પર શુભકામનાઓ પાઠવવા તમામ ચાર મંડલોના સંગઠનના વર્તમાન-પૂર્વ હોદ્દેદારો, સદસ્યો, વિવિધ મોરચા-સેલના હોદ્દેદારો, સદસ્યો ચૂંટાયેલા તમામ વર્તમાન-પૂર્વ પ્રતિનિધિઓ, વર્તમાન-પૂર્વ સરપંચો, બુથ પ્રમુખ, પેજ પ્રમુખ અને પેજ સમિતિઓના તમામ સદસ્યોને બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા અનુરોધ કરાયો છે.

- text

સાથે સાથે વિવિધ તમામ જ્ઞાતિ-સમુદાયના હોદ્દેદાર, જ્ઞાતિજનો, ઉપરાંત વિવિધ તમામ ઉદ્યોગ એસોસિએશનના ઉદ્યોગકાર, તમામ વેપારી અને વ્યવસાયિક એસોસિએશનના હોદ્દેદાર અને સભ્ય તેમજ સમસ્ત પ્રજાજન-મતદાર ભાઈ બહેનોને સ્નેહમિલન સમારોહમાં ઉપસ્થિત રહેવા ધારાસભ્ય તથા ચાર મંડલના હોદ્દેદારોનું નિમંત્રણ છે. સ્નેહમિલન સમારોહ સંપન્ન થયે સ્વરૂચિ ભોજનનું આયોજન છે. તેમ યાદીમાં જણાવાયું છે.

- text