વાંકાનેર BAPS સ્વામીનારાયણ મંદિરે નૂતન વર્ષ નિમિત્તે શાકોત્સવ યોજાયો

- text


ગઢડાના જનમંગલ સ્વામીએ જીવન જીવવા અંગેનું પ્રેરણાદાયી વક્તવ્ય આપ્યું

વાંકાનેર : નૂતન વર્ષ નિમિત્તે તારીખ 11 નવેમ્બર ને સોમવારના રોજ વાંકાનેરના BAPS સ્વામીનારાયણ મંદિરે શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. મનોરમ્ય ટેકરી પર આવેલા સ્વામીનારાયણ મંદિર ખાતે યોજાયેલા શાકોત્સવમાં બહોળી સંખ્યામાં હરિભક્તોએ હાજર રહી સાથે ભોજન પ્રસાદનો લ્હાવો લીધો હતો.

આ શાકોત્સવ પ્રસંગે સત્સંગ સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગઢડાથી જનમંગલ સ્વામી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જનમંગલ સ્વામીએ જીવન કેમ જીવવું તે અંગેની પ્રેરણાદાયી વાતો કરી હતી. યુવા તાલીમ કેન્દ્ર સારંગપુર ખાતે સાડા પાંચ માસની કઠીન તાલીમ પૂર્ણ કરનાર વાંકાનેરનાં યુવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. શાકોત્સવ કરવાનો હેતુ જણાવતા જનમંગલ સ્વામીએ કહ્યું હતું કે, બધા પરિવારમાં એકતા જળવાય, બધા ભેગા મળીને ભોજન કરે, બાળકોમાં સારા સંસ્કાર આવે, પરિવારમાં પ્રેમ અને લાગણી રહે અને સંસ્કારી પરિવાર બને તે હેતુથી કરવામાં આવ્યો હતો. સાથે જ સત્સંગ કરવામાં આવ્યો હતો અને લોકોને વ્યસન મુક્ત રહેવા જણાવાયું હતું.

- text

- text