સ્વચ્છતા ઝુંબેશનું સુરસુરિયું : સિરામિક નગરી કચરા નગરીમાં ફેરવાયું

- text


શહેરના મોટાભાગના ન્યુસન્સ પોઇન્ટ ઉપર ટન મોઢે કચરાના ઢગલા ખડકાયા

મોરબી : ઉભરાતી ગટરો, કચરાના ગંજ અને તૂટેલા રસ્તાઓ જાણે સીરામીક નગરી મોરબીની ઓળખ બની ગયા હોય તેવી સ્થિતિ હાલમાં મોરબીમાં જોવા મળી રહી છે, મોરબી શહેરના જુના વિસ્તાર તેમજ નવા સામાકાંઠા વિસ્તારમાં અનેક સ્થળોએ ન્યુસન્સ પોઇન્ટ ઉપર કચરના ટન મોઢે ખડકલા ખડકાઈ જવા છતાં પાલિકાના સૉલિડવેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા આ કચરો ઉપાડવાની દરકાર લેવામાં ન આવતા નાગરિકો હાલાકીનો ભૉગ બની રહયા છે.

ધૂળિયા શહેર તરીકે ઓળખાઈ રહેલા મોરબી શહેરમાં છેલ્લા લાંબા સમયથી ગાર્બેજ કલેક્શનમાં લાપરવાહી ઉડીને આંખે વળગી રહી છે, ખાસ કરીને શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ મહારાણા પ્રતાપ સર્કલ, લાતી પ્લોટ, મચ્છુ માતાજીના મંદિર પાસે, આસ્વાદ પાન પાસે, મણિમંદિર પાસે આવેલ ખાખરેચી દરવાજા પાસે તેમજ સાવસર પ્લોટમાં અનેક સ્થળોએ કચરાના ગંજ ખડકાઈ જવા જતા ટ્રક ભરાય તેટલો ટન મોઢે કચરો ભરવા પાલિકાના સોલિડવેસ્ટ મેનેજમેન્ટ પાસે ટાઈમ ન હોય તેવું જણાઈ રહ્યું છે.


કચરો ભરવાને બદલે સળગાવી દેવાઈ છે

મોરબીમાં જ્યાં જ્યા આવા કચરાના ગંજ ખડકાઈ છે ત્યાં ત્યાં સૉલિડવેસ્ટ મેન્જમેન્ટ વિભાગ દ્વારા આવો કચરો ઉપાડવાને બદલે જયારે જયારે કચરાનો ઢગલો મોટો થાય છે ત્યારે ત્યારે આ કચરો ત્યાંને ત્યાં જ સળગાવી દેવામાં આવતો હોવાથી પ્રદુષણ ફેલાઈ રહ્યું હોવાનું સામે આવ્યું છે.


વહેલી તકે કચરો ઉપાડી લેવામાં આવશે : ચીફ ઓફિસર

મોરબી શહેરમાં અનેક સ્થળોએ કચરાના ઢગલા અંગે ચીફ ઓફિસર કુલદીપસિંહ વાળાને પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે, ન્યુસન્સ પોઇન્ટ ઉપર પાલિકા સ્ટાફ દ્વારા કચરો નથી સળગાવવામાં આવતો પરંતુ કોઈપણ વ્યક્તિઓ દ્વારા આ કચરો સળગાવી દેવામાં આવે છે સાથે જ તેઓએ વહેલામાં વહેલી તકે તમામ સ્થળોએથી કચરો ઉપાડવામાં આવશે તે માટે જરૂરી સૂચના આપવામાં આવી હોવાનું જણાવ્યું હતું.

- text


- text