મોરબીમાં સુપર ટોકીઝ- રેલ્વે સ્ટેશન રોડ આરસીસી અથવા પેવર બ્લોકથી બનાવવાની માંગ

- text


 

સામાજિક કાર્યકરોની નગરપાલિકા, કલેકટર અને ધારાસભ્યને લેખિત રજુઆત

મોરબી : મોરબીમાં રેલ્વે સ્ટેશન વાળો રોડ તથા સુપર ટોકીઝથી આસ્વાદ પાન સુધીનો રોડ તેમજ ચિત્રકુટથી કબ્રસ્તાન વાળો રોડ પેવર બ્લોક વાળો અથવા આર.સી. સી. રોડ બને તે માટે સામાજિક કાર્યકરોએ પાલિકા, કલેકટર અને ધારાસભ્યને રજુઆત કરી છે.

મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, રાણેવાડીયા દેવેશ મેરૂભાઈ, મુશાભાઈ બ્લોચે રજુઆતમાં જણાવ્યું છે કે મોરબી નગરપાલીકામાથી જે રોડ રસ્તા મંજુર થયેલ છે. તેમાંથી સુપર ટોકીઝથી રેલ્વે સ્ટેશન રોડ સુધી ચોમાસામાં વારંવાર પાણી ભરાવાના પ્રશ્નો રહે છે. તેમાં હાલ જે રસ્તો મંજુર થયેલ છે તે ડામરનો થયેલ છે તે રોડમા પાણી ભરાવવાનો પ્રશ્ન રહે છે તો આ રોડ સી.સી. બનાવો અથવા બ્લોક પાથરવામાં આવે તેવી માંગ છે. આ રોડ-રસ્તા ઉપર એસ.ટી. બસ અને હેવી વાહન અવર-જવર થતા હોઈ તો રોડ સી.સી. અથવા પેવર બ્લોકનો બને તે જરૂરી છે.

- text

ઉપરાંત જયાં રોડ બને ત્યાં ભુગર્ભની કુંડીઓ ઉંચી લેવી અને જયાં પાઈપ લાઈન નાખવાની હોય ત્યાં પાઇપ લાઈન નાખી દેવી જેથી કરીને અવાર-નવાર રોડ ખોદવાની જરૂર ન પડે. તેમ અંતમાં જણાવાયુ છે.

- text