ટંકારાના વીરપર ગામની હરીપાર્ક સોસાયટી પાસે થતાં અકસ્માત નિવારવા સીએમને રજૂઆત

- text


ટંકારા : ટંકારા તાલુકાના વીરપર ગામે આવેલી હરી પાર્ક સોસાયટી પાસે મેઈન રોડ પર અવાર નવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે. ત્યારે આ અકસ્માત નિવારવા માટે હરીપાર્ક સોસાયટીના રહીશ હસમુખભાઈ ગઢવીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરી છે.

- text

હસમુખભાઈ ગઢવીએ રજૂઆતમાં જણાવ્યું છે કે, હરીપાર્ક સોસાયટી પાસે અવાર નવાર અકસ્માતો થાય છે. મોરબી થી રાજકોટ હાઈવેના લીધે વાંરવાર અકસ્માત થઈ રહ્યા છે. આ અકસ્માતો નિવારવા માટે મોરબી-રાજકોટ હાઈવે પર મોરબીથી ટંકારા સુધી રોડની બન્ને બાજુ સર્વિસ રોડ બને તે અત્યંત જરૂરી છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા હરી પાર્ક સોસાયટીની સામે આવેલ રોડનો ઈજનેર દ્વારા સર્વે કરી ટેક્નિકલ પાસાઓનો અભ્યાસ કરી જરૂરી હોય તે બધા જ સુચનોનો અમલ થાય તે જરૂરી છે. રોડ પર જરૂરી રેડિયમના સાઈન બોર્ડ મૂકવામાં આવે. રાત્રિના સમયે ડિવાયડર ઉપર સોલાર લાઈટ મૂકવી જરૂરી છે. શ્રી હરી પાર્ક સોસાયટી વીરપર મચ્છુની સામે રાજકોટ-મોરબી હાઈવે પર રમ્બલ સ્ટ્રીપ નાખવાથી વાહનોની ગતિ નિયંત્રિત થશે. સોસાયટીની બાજુમાં દેરાસર આવેલું છે ત્યાં દર્શનાર્થીઓ પણ બહોળી સંખ્યામાં આવે છે. તેમની સલામતી માટે પણ આ સૂચનો ધ્યાને લેવામાં આવે તે જરૂરી છે.

- text