મોરબી સિવિલમાં આઉટસોર્સિંગ કર્મચારીઓના ધરણા : આપ નેતા ઈશુદાન આવ્યા તેમની વ્હારે

- text


 

સરકાર તાત્કાલિક ઉકેલ નહિ આવે તો તમામ જિલ્લાના આઉટસોર્સિંગ કર્મચારીઓનું સંગઠન બનાવી ગાંધીનગરનો ઘેરાવ કરવાની ચીમકી

મોરબી : મોરબી સિવિલ હોસ્પિટલમાં કામ કરતા આઉટસોર્સિંગ કર્મચારીઓએ આજે પોતાના હક્કના લાભો ન મળતા હોવાના આક્ષેપ સાથે રાત્રે ધરણા કર્યા હતા. આ વેળાએ આપ નેતા ઈશુદાન ગઢવી પણ તેઓની વ્હારે આવ્યા હતા. તેઓએ શાબ્દિક પ્રહારો પણ કર્યા હતા.

મોરબી સિવિલ હોસ્પિટલમાં સફાઈ કામ અને સિક્યુરિટી સહિતના કામ કરતા અંદાજે 150 જેટલા આઉટસોર્સિંગ કર્મચારીઓએ અપૂરતો પગાર, પગાર સ્લીપ ન મળવી, પીએફનો લાભ ન મળવો, હક્ક રજા ન મળવી તેમજ 8ની બદલે 12 કલાક કામ લેવું આ સહિતના પ્રશ્નોને લઈને હોસ્પિટલ બહાર ધરણા શરૂ કર્યા હતા.

મોરબીની મુલાકાતે આવેલા આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવીએ આ આઉટસોર્સિંગ કર્મચારીઓની મુલાકાત લીધી હતી. ઈશુદાન ગઢવીએ જણાવ્યું કે આ આઉટસોર્સિંગ કર્મચારીઓ એજન્સીઓની અધિકારીઓ અને નેતાઓ સાથેની મિલીભગતના કારણે લાભો મેળવી શકતા નથી. જો આરોગ્ય મંત્રી સાચા હોય તો પગલાં લ્યે. જો આ પ્રશ્ન ઉકેલવામાં નહિ આવે તો આમ આદમી પાર્ટી તમામ જિલ્લાઓના આઉટસોર્સિંગ કર્મચારીનું સંગઠન બનાવી ગાંધીનગરનો ઘેરાવ કરશે.

- text

- text