- text
મોરબી : મોરબી, માળીયા, ટંકારા તાલુકા વણકર સમાજ ટ્રસ્ટ દ્વારાસમાજના આગેવાનો, અગ્રણીઓ તથા સભાસદોનું સ્નેહમિલન તથા ટ્રસ્ટની સાધારણ સભા યોજાઈ હતી. ભડીયાદ રોડ ખાતે આવેલ સમાજવાડીના કોમ્યુનિટી હોલમાં દાતાઓ તથા સમાજના અગ્રણી આગેવાન સૌ સભાસદો અને સ્નેહીજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ સમારંભ અમદાવાદથી ઉપસ્થિત ઉદ્યોગપતિ અને સમાજવાડીના સર્વોપરી દાતા સોલંકી મુળજીભાઈ દેવસીભાઈની અધ્યક્ષતામાં યોજાયો હતો. પૂર્વપ્રમુખ ખીમજીભાઈ મકવાણા, ટ્રસ્ટના પ્રમુખ રામજીભાઈ ધાવડા, ઉપપ્રમુખ દાનભાઈ ચૌહાણ, મંત્રી જે.ડી.સોલંકી, ખજાનચી કે.કે. ભંખોડિયા સહમંત્રી દિનેશ જે.પરમાર તેમજ ટ્રસ્ટની કારોબારીના સદસ્યો અનેઅમદાવાદ, વલસાડ, ભરૂચમાં રહેતા કમિટીના સર્વે સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
પાંચ વર્ષની ટ્રસ્ટની સફળ કામગીરીની વિશેષ નોંધ લેવામાં આવી હતી. ત્રણ તાલુકાના વણકર સમાજના સામાજિક પ્રસંગો એના પ્રશ્નોના નિરાકરણ તેમજ શૈક્ષણિક ઉત્કર્ષ માટે સતત પ્રયત્નશીલ આ ટ્રસ્ટની આવક અને જાવકનું પારદર્શક સરવૈયું મંત્રી જે.ડી.સોલંકીએ રજુ કર્યું હતું. ડૉ. એમ.બી.પરમાર, જેસિંગભાઈ પરમાર તથા અમદાવાદથી સહભાગી થયેલા ડી.બી.પરમાર, વિનુભાઈ વણોલ, કે.કે.મકવાણા, સુરેશભાઈ પરમાર વગેરેએ પણ ટ્રસ્ટની પ્રવૃત્તિઓ બિરદાવી ગતવર્ષની કારોબારી કમિટી યથાવત રાખવા ખાસ ભલામણ કરી હતી.
અધ્યક્ષ સ્થાનેથી મુળજીભાઈ સોલંકીએ સમાજને સંગઠિત થવા અને અંગત રાગદ્વેષને તિલાંજલિ આપવા હિમાયત કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સેન્ટ્રલ યુનિવર્સિટીના પ્રોફેસર અને અધ્યક્ષ ડૉ. રાજેશ મકવાણાએ કર્યું હતું.સ્નેહમિલન અને સામાન્યસભા પૂર્ણ થયા બાદ સ્વરૂચિ ભોજન સાથે કાર્યક્રમ સંપન્ન થયો હતો. તેમ યાદીમાં જણાવાયું છે.
- text
- text