વાંકાનેરના લુણસર ગામે બેલાનુ ગેરકાયદેસર ખનન ઝડપાયું

- text


 

ખાણ ખનીજ વિભાગ દ્વારા એક્સકવેટર મશીન કબ્જે કરી પોલીસ મથકે સોંપાયું, બે શખ્સના નામ ખુલ્યા

વાંકાનેર : વાંકાનેર પંથકમાં ચાલી રહેલી ખનીજ ચોરી મામલે ખાણ ખનીજ વિભાગે આકસ્મિક ચેકીંગ કરી વાંકાનેર તાલુકાના લુણસર ગામે દરોડો પાડી સેન્ડસ્ટોન એટલે કે બેલાનું ગેરકાયદેસર ખનન કરવા સબ એક એક્સકવેટર મશીન કબ્જે કરવામાં આવ્યું હતું. આ ગેરકાયદે ખનીજ ચોરીમા બે શખ્સના નામ પણ ખુલવા પામ્યા છે.

મોરબી ખાણ ખનીજ વિભાગના ભૂસ્તર શાસ્ત્રી જે.એસ.વાઢેર દ્વારા ખનીજચોરી અટકાવવા બાબતે તપાસ હાથ ધરી કામગીરી કરવા બાબતે સૂચના આપતા કચેરીની ક્ષેત્રીય ટીમ દ્વારા વાંકાનેર તાલુકાના લુણસર ગામે ધોળાકુવા વિસ્તારમાં તપાસ કરવામાં આવતા એક્સકેવેટર મશીન નંબર 20SE21A0100661 મારફતે સેન્ડસ્ટોન ખનીજનું ગેરકાયદેસર ખોદકામ કરવામા આવતું હોવાનું સામે આવ્યું હતું. વધુમાં ખાણ ખનીજ વિભાગની તપાસમાં ખોદકામ એક્સકેવેટર મશીન આરોપી રમેશભાઈ જાલાભાઈ ગમારા, રે. લુણસર તા. વાંકાનેર અને ગોપાલભાઈ ગેલાભાઇ ધ્રાંગીયાનું હોવાનું સામે આવતા ગેરકાયદેસર રીતે સેન્ડસ્ટોન ખનીજનું ખોદકામ કરવા બદલ મશીન સીઝ કરી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપી દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

- text

- text