- text
મોરબી : હળવદ તાલુકા હેલ્થ કચેરી, મોરબી GMERS મેડીકલ કોલેજ તથા જુના દેવળીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સહયોગથી જુના દેવળીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ બ્લડ ડોનેશન કેમ્પને ગામના સરપંચ વશરામભાઈ સોલંકી,તાલુકા અગ્રણી લાલભાઈ પટેલ,તાલુકા વિકાસ અધિકારી હળવદ દ્વારા દિપ પ્રાગટ્ય કરીને આ કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. અને પ્રસંગને અનુરૂપ પોતાનાં હકારાત્મક વિચારો રજુ કરેલ હતા. અને લોકોને બહોળી માત્રામાં આ કેમ્પમાં રક્તદાન કરવા માટે અનુરોધ કર્યો હતો. આ કેમ્પમાં જુના દેવળિયા ગામમાંથી તેમજ આજુબાજુના ગામમાંથી આવેલ લોકો દ્વારા રક્તદાન કરવામાં આવેલ. કુલ ૪૯ યુનિટ બ્લડનું કલેક્શન કરવામાં આવેલ. આ કેમ્પને સફળ બનાવવા માટે આરોગ્ય શાખાનાં જિલ્લા IEC ઓફિસર સંઘાણીભાઈ, જીલ્લા લેબ.ટેક.સેતાભાઈ, તાલુકા હેલ્થ ઓફિસર ડો.ચિંતન દોશી, મેડીકલ ઓફિસર ડો.નિશાબેન પાડલીયા, તાલુકા હેલ્થ સુપરવાઈઝર બસીયાભાઈ તેમજ પ્રા.આ.કેન્દ્ર જુના દેવળિયાના આરોગ્ય સ્ટાફ અને ગામના તલાટીમંત્રી અને ગ્રામ આગેવાનો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. તેમ યાદીમાં જણાવાયું છે.
- text
- text