વાંકાનેરના શૈક્ષિક મહાસંઘે જૂની પેન્શન યોજના લાગુ થતા સાંસદ અને ધારાસભ્યનો આભાર માન્યો

- text


વાંકાનેર : ABRSM ટીમ વાંકાનેર દ્વારા OPS લાગુ કરવા બદલ રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા અને ધારાસભ્ય જીતુભાઈ સોમણીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

જેમાં ગુજરાતની સંવેદનશીલ સરકારની તા. 6-10-2024 કેબિનેટ બેઠકમાં 2005 પહેલાનાં કર્મચારીઓને જૂની પેન્શન યોજના લાગુ કરવા માટેનો નિર્ણય લેવાયો જે બદલ વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, શિક્ષણમંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોર, પ્રફુલ્લભાઈ પાનસેરિયા, ગુજરાત સરકારનાં પ્રવક્તા ઋષિકેશભાઈ પટેલ તથા મોરબી જિલ્લાના જન પ્રતિનિધિ તરીકે વખતો વખત રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહજી ઝાલા અને ધારાસભ્ય જીતુભાઈ સોમાણીને રજુઆતો કરી હતી.

- text

શિક્ષકોની રજુઆતો મહાનુભાવોના માધ્યમથી સરકાર સુધી પહોંચ્યા હતા અને તા. 8-11-2024ના રોજ 63000 જેટલા શિક્ષકો સહિત અન્ય કર્મચારીઓને જૂની પેંશન યોજના પુન:સ્થાપિત કરતો ઠરાવ બહાર પાડવા બદલ ગુજરાત સરકારનો ખુબ ખુબ આભાર માનવામાં આવ્યો હતો, સહકાર અને મજબૂતી આપવા બદલ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ- મોરબી તમામ શિક્ષકો અને કર્મચારીઓ વતી હૃદયપૂર્વક કેસરીદેવસિંહજી ઝાલા સાંસદ – રાજ્યસભા તેમજ જીતુભાઈ સોમણી ધારાસભ્ય વાંકાનેર- કુવાડવા આ બંને મહાનુભાવોને આભાર પત્ર અર્પણ કરી મોં મીઠા કરાવી ઋણ સ્વીકાર કર્યો હતો. આજ રીતે વર્ષ 2005 પછી ફરજમાં દાખલ થયેલા કર્મચારીઓને જૂની પેંશન યોજના દાખલ કરવા અનુરોધ પણ કર્યો હતો.

- text