મોરબી અપડેટ અને મયુર નેચર ક્લબ દ્વારા 1000 તુલસી રોપાનું વિતરણ

- text


મોરબી : મોરબીમાં તુલસી વિવાહ અંતર્ગત આજે મોરબી અપડેટ અને મયુર નેચર ક્લબ દ્વારા આજે તુલસીના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. શહેરીજનો દ્વારા તેને બહોળો પ્રતિસાદ આપવામાં આવ્યો હતો.

મોરબી અપડેટ અને મયુર નેચર ક્લબના સંયુક્ત ઉપક્રમે સમયાંતરે સંદેશ ઓફિસની નીચે રોપા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. ત્યારે તુલસી વિવાહ અંતર્ગત આજે સવારે પણ તુલસીના રોપા વિતરણ કરવાનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો. જેમાં માત્ર અઢી જ કલાકમાં 1000 જેટલા શહેરીજનોએ ઉપસ્થિત રહી તુલસીના રોપા મેળવ્યા હતા. આમ શહેરીજનો તુલસીના રોપા વાવી તેનું પૂજન કરી તુલસી વિવાહની ઉજવણી કરવાના છે.

આ કાર્યક્રમમાં મયુર નેચર કલબના ચેરમેન એમ.જે. મારુતિ, પ્રમુખ મહાદેવભાઈ ઉટવાડિયા, પ્રોજેકટ ચેરમેન અજયભાઈ અનડકટ, સભ્યો બીપીનભાઈ રાણપરા, જસમતભાઈ બાપોદરિયા, પ્રકાશભાઈ સોનગ્રા, રાજુભાઇ પરમાર, ધનજીભાઈ કુંડારિયા, ઘનશ્યામભાઈ અધારા, ભુદરભાઈ વામજા, રમેશભાઈ ધરોડીયા, ડો. કાચરોલા, સીતારામભાઈ રામાનુજ, ડો. ઉમેદસિંહ ચૌહાણ, રજનીકાંત રાઠોડ, પ્રકાશભાઈ મહેતા તેમજ મોરબી અપડેટના વિપુલ પ્રજાપતિ, દર્શન રાઠોડ, ઋત્વિક નિમાવત તેમજ કાજલબેન ચંડીભમર સહિતનાએ જહેમત ઉઠાવી હતી.

- text

5

- text