ટંકારામાં આર્ય સમાજ ખાતે પાંચ દિવસની શિતકાલિન શિબીરનો પ્રારંભ 

- text


ટંકારા : દેશના ભાવી વિરો અને વિરાગંના શારીરિક અને માનસિક રીતે સક્ષમ બને તથા વેકેશનમાં કૌશલ્ય મળે એવા ઉમદા હેતુથી ઋષિ ભુમી ટંકારામાં આર્ય સમાજ ખાતે શિતકાલિન શિબીરનુ પાંચ દિવસ માટે આયોજન કર્યું છે. જેનો આજે પ્રારંભ થયો હતો.

આ શિબિરમાં 150 જેટલા બાળકો જોડાયા છે જે પાંચ દિવસ શિસ્ત સલામતી માટે સશસ્ત્ર તાલિમ, જુની રમતો, મૌલિક વિચારોની આપલે ઉપરાંત પ્રાત: થી રાત્રી દરમ્યાન અલગ અલગ સેશન દરમિયાન જીવન ધડતરની તાલિમ નિપુણ તજજ્ઞ દ્વારા આપવામા આવશે. આ તિલિમ નિહાળવા માટે તમામ તાલુકાવાસીને આર્ય સમાજ ટ્રસ્ટ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે. તેમ યાદીમાં જણાવાયું છે.

- text

- text