- text
મોરબી : વાંકાનેર શહેરમાં માતૃભાષા અભિયાન ટ્રસ્ટ અમદાવાદના સહયોગથી શિક્ષકો અને યુવકો દ્વારા દર મહિનાના પહેલા રવિવારે પુલ દરવાજા, સ્ટેચ્યુ પાસે, વાંકાનેર ખાતે નિઃશુલ્ક પુસ્તક પરબ યોજવામાં આવે છે. ત્યારે તા. 10-11-2024 રવિવારના રોજ પુસ્તક પરબની ટીમના સભ્યો જિતેન્દ્રગિરિ ગોસ્વામી, જિતેન્દ્રભાઈ પાંચોટિયા, નરેન્દ્રભાઈ કાલરિયા, યજ્ઞેશભાઈ ભટ્ટ, અતુલભાઈ બુદ્ધદેવ, ડૉ.નવીનચંદ્ર સોલંકી, દર્શનાબેન જાની, હાર્દિકભાઈ સોલંકી અને ડૉ. ડાહ્યાલાલ પરબતાણી દ્વારા પુસ્તક પરબ યોજવામાં આવ્યું હતું.
- text
નવેમ્બર – 2024ના બીજા રવિવારે યોજાયેલ આ પુસ્તક પરબમાં વાંકાનેર તાલુકાના કેળવણી નિરીક્ષક અને વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ યુવરાજસિંહ વાળા, તાલુકા કેળવણી નિરીક્ષક હસમુખભાઈ મકવાણા, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ વાંકાનેરના પ્રમુખ અશોકભાઈ સતાસિયા, મોરબી જિલ્લા રાષ્ટ્રીય શૈક્ષિક સંઘના પ્રમુખ દિનેશભાઈ વડસોલા, ગાયત્રી મંદિર મહિલા મંડળના સભ્ય ઈલાબેન સચાણિયા, બ્રહ્માકુમારી પરિવારના દીદી, તથા શિક્ષકો હિતેશભાઈ ચાવડા, વિનોદભાઈ ચાવડા અને ફાલ્ગુનભાઈ ડાભીએ પુસ્તક પરબની શુભેચ્છા મુલાકાત લઈ પુસ્તક પરબ ટીમની કામગીરીને બિરદાવી હતી. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ વાંકાનેરના પ્રમુખ અશોકભાઈ સતાસિયાએ નવા પુસ્તકો ખરીદવા પુસ્તક પરબને 1100 રૂપિયા ભેટ સ્વરૂપે આપ્યાં હતા. બ્રહ્માકુમારી પરિવારના સારિકા દીદી તરફથી 85 પુસ્તકો ભેટ સ્વરૂપે મળ્યા હતા અને ગાયત્રી મંદિર મહિલા મંડળના સભ્ય ઈલાબેન સચાણિયા તરફથી ૨૫ પુસ્તકો ભેટ સ્વરૂપે મળ્યાં હતાં. વાંકાનેર તાલુકાના અનેક લોકોએ પુસ્તક પરબની મુલાકાત લીધી હતી અને વાંચવા માટે નિઃશુલ્ક પુસ્તકો મેળવ્યા હતા. પુસ્તક પરબ ટીમ દ્વારા બનાવવામાં આવેલ સેલ્ફી પૉઈન્ટ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.
- text